રાજ્યભરમાં પાટણ અગ્રેસર:જિલ્લાના 2.76 લાખથી વધું નાગરિકોએ ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવ્યું

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકોએ હજુ સુધી મતદારયાદીમાં નામની નોંધણી નથી કરાવી તેવા લોકો નામની નોંધણી કરાવી રહ્યા છે. મતદારયાદીમાં નામની નોંધણી કરાવવા ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત આધારકાર્ડનું ચૂંટણીકાર્ડની સાથે લીંકીગ કરાવવામાં આવી રહ્યુ છે. જે નાગરીકોનું અત્યારસુધી આધારકાર્ડની સાથે ચૂંટણીકાર્ડ લીંકીંગ નથી થયુ તેવા લોકો હાલમાં આધારકાર્ડનું લીંકીંગ કરાવી રહ્યા છે. પાટણ જિલ્લો ચૂંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીગ કરાવવામાં રાજ્યમાં અગ્રેસર બન્યો છે. અત્યાર સુધીમાં કુલ 2,76,301 નાગરીકોએ પોતાના ચૂંટણીકાર્ડનું આધારકાર્ડ સાથે લીંકીંગ કરાવી દીધુ છે. જે પાટણની જનતાની જાગૃતતા સાબિત કરે છે. સરકાર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ખાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ અત્યાર સુધી આ કાર્યક્રમ માટે ખુબ જોરશોરથી વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેનું પરિણામ એ આવ્યું છે કે પાટણ જિલ્લો ચૂંટણીકાર્ડનું આધારકાર્ડ સાથે જોડાણ કરાવવામાં અગ્રેસર બન્યો છે.

દેશના જવાબદાર નાગરિક તરીકે આ પદ્ધતિ ચોક્કસપણે ચૂંટણીકાર્ડ્સ પર છેતરપિંડી થતી રોકશે અને ખોટા મતદારોની ઓળખ થઈ શકશે. જેથી હજુ સુધી જો કોઈ ચૂંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીંગ કરાવવામાં બાકી રહી ગયુ હોય તો તા.11.09.2022 સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-2022 કાર્યક્રમ ચાલી રહ્યો છે.તે કાર્યક્રમનો લાભ લઈને જલ્દીથી ચૂંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે લીંકીંગ કરાવી લેવું. રવિવારે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. જો આપે હજુ સુધી ચૂંટણીકાર્ડનું આધારકાર્ડ સાથે લીંકીંગ નથી કરાવ્યુ તો આગામી રવિવાર સુધીમાં કરાવી લેવું. સરકાર દ્વારા હાલમાં ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવા માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ પાછળનો એક ઉદેશ્ય મતદારોની ઓળખની તપાસ,ખાતરી કરવાનો છે.

આધારકાર્ડનું ચૂંટણીકાર્ડની સાથે લીંકીંગ કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી.

  • ચૂંટણીકાર્ડની સતાવાર વેબસાઈટ NVSP દ્વારા, SMS દ્વારા, ફોન દ્વારા તેમજ ઑફલાઈન આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે લીંક કરી શકાય છે.

ઓનલાઇન પ્રોસેસ

  • સૌ પ્રથમ NVSP વેબસાઇટની મુલાકાત લો . https://www.nvsp.in
  • હોમ પેજ પર Voter Portal પર ક્લિક કરો, જ્યાં આપને મતદાર પોર્ટલના નવા પેજ પર લઈ જવામાં આવશે
  • પહેલી વાર ઉપયોગ કરવા પર પહેલા રેજીસ્ટ્રેશન કરવું, પછી લોગ-ઈન કરવું.
  • રજીસ્ટ્રેશન કરેલું હોય તો આપના મોબાઈલ નંબર ઈમેલ,આઈડી અથવા વોટર આઈડી નંબરથી લોગઈન કરો
  • લૉગ ઇન થયા પછી તમારું નામ, જિલ્લો વગેરે જેવી માહિતી પ્રદાન કરો અને પછી Search બટન પર ક્લિક કરો.
  • “Feed Aadhaar number ” પર ક્લિક કરો જેમાં એક પોપઅપ પેજ દેખાશે.
  • આધારકાર્ડની વિગતો ભરો
  • સબમિટ બટન પર ક્લિક કરો

ઓફલાઈન પ્રોસેસ કરવા માટે નજીકના BLOનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...