મોટી દુર્ઘટના ટળી:સિદ્ધપુરમાં ખાનગી લક્ઝરી બસ પલટી મારતા 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 4ની હાલત ગંભીર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર હાઇવે ઉપર વાપી થી રાજસ્થાનના બલોત્રા તરફ જઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસ માં 40 જેટલા મુસાફરો સવાર હતા. વહેલી સવાર કોઈ કારણોસર ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ પલટી મારી જવા પામી હતી. સવારે ચાર વાગ્યે આસપાસ આ બનાવ બન્યો હતો જેમાં 20 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તે પૈકી ચાર લોકોને વધુ ગંભીરી જાઓ પહોંચી હોય પાટણ ધારપુર ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. અન્ય તમામ ઇજાગસ્તોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સિદ્ધપુરના તાવડીયા ચાર રસ્તા પાસે વાહનોની અવરજવર થોડા સમય માટે ખોટવાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચતા ટ્રાફિક વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...