વ્યાપાર:પાટણના બજારોમાં લોકો ઊમટતાં 2 કરોડથી વધુની ધનવર્ષા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણમાં લોકો ખરીદી માટે ઉમટતા બજારમાં વાહનો તેમજ લોકોથી થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. - Divya Bhaskar
પાટણમાં લોકો ખરીદી માટે ઉમટતા બજારમાં વાહનો તેમજ લોકોથી થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
  • બજારોમાં ગત વર્ષ કરતા 40 ટકા ઘરાકીમાં વધારો,હજુ દિવાળીના દિવસે 20 ટકા નો વધારો થઈ શકે છે

પાટણ શહેરમાં દિવાળીના તહેવારોને લઇને બજારોમાં ખરીદીની ભારે ભીડ જામી રહી છે ત્યારે ધનતેરસના દિવસે ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઊમટી પડતાં સવારથી બપોર સુધી બજારો ભરચક ભરાઇ ગઇ હતી. લોકો વિવિધ વસ્તુઓ ખરીદતા બજારોમાં એક જ દિવસમાં બે કરોડથી વધુની ખરીદી થઈ હતી. શહેરમાં મંગળવાર ધનતેરસ નિમિત્તે રેડીમેટ કપડા બુટ ચંપલ તેમજ મીઠાઈની દુકાનોમાં લોકો દ્વારા ધૂમ ખરીદી કરવામાં આવતા બજારોમાં તેજી જોવા મળી હતી.

જેમાં પાટણ જિલ્લા ભરમાંથી પહેલી તારીખે દૂધ સહિતના પગાર થતા લોકોના હાથમાં રોકડી આવતા તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં શહેરમાં ખરીદી કરવા માટે ઉમટી પડતા સવારે 10:00થી બપોરના ત્રણ વાગ્યા સુધી પાલિકા બજાર ,તિરુપતિ શોપિંગ સેન્ટર , રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા અને મેઇન બજાર સહિતની ત્રણ દરવાજા સુધી લોકોની બજારોમાં ભારે ભીડ દેખાઈ હતી. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વેપારી સુરેશ પટેલે જણાવ્યું હતું કે તહેવારોમાં જરૂરી મોજશોકની વિવિધ ચીજ વસ્તુઓની જ અંદાજે 2 કરોડથી વધુની શહેરમાંથી લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હોવાનો અંદાજ છે. આ વર્ષે ગત વર્ષ કરતા બજારોમાં 40 ટકા ઘરાકી વધી છે. વેપારી અશોક પટેલે જણાવ્યું હતું કે 3 દિવસ ખરીદી માટે વધ્યા છે. દિવાળીના દિવસે આનાથી વધુ 20 ટકા ઘરાકી વધુ હશે. વેપારી કૌશિક ઠક્કરે જણાવ્યું હતું રેડીમેટ કપડામાં ઘરાકી વધી છે.

અન્ય સમાચારો પણ છે...