લોક અદાલત:પાટણ જિલ્લાની કોર્ટોમાં યોજાયેલી લોક અદાલતોમાં 12 હજારથી વધુ કેસોનો નિકાલ કરાયો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા અદાલત સહિત સમગ્ર જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આજે પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતો યોજાઇ હતી. આ લોક અદાલતોમાં કુલે પ્રિલીટીગેશન કેસો 23553મુકવામાં આવેલ હતા. જેમાંથી કુલ 10621 જેટલા કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમાં સેટલમેન્ટ એવોર્ડની રકમ રૂા. 1,15, 78,621 જેટલું થયેલ અને રેગ્યુલર લોક અદાલતમાં કુલ 915 જેટલા કેસો મુકવામાં આવેલ હતા. તેમાંથી 361 જેટલા કેસોમાં સુખદ સમાધાન થયેલ છે. તેમાં સેટલમેન્ટ રકમ રૂા. 8,47,58,842નો એવોર્ડો કરવામાં આવેલ તેમજ અન્ય ફુલ ક્રિમીનલ કેસો 2466 જેટલા મુકવામાં આવ્યા હતા તેમાંથી 1419 જેટલા કેસો ફૈસલ કરવામાં આવેલ છે.

આમ લોક અદાલતમાં પાટણ જીલ્લામાં કુલ 26934 કેસો મુકવામાં આવેલ હતા. તેમાંથી 12401 કેસોનો સુખદ રીતે નિકાલ કરવામાં આવેલ છે અને આ કેસોમાં કુલ 9,63,37,463ની રકમોના સેટલમેન્ટ એવોર્ડો કરવામાં આવેલ છે. એમ પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ.આર. ઠક્કરે જણાવ્યું હતું.

ન્યાય સર્વના માટે આ સુત્રને સાર્થક બનાવવાના હેતુસર નામદાર સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પાટણ તથા તેના તાબાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ આ લોક અદાલતનો લાભ જીલ્લાના તમામ પક્ષકારોને મળી રહે તે હેતુસર સદર લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 ને લગત કેસો, વાહન અકસ્માતને લગતા કેસો મજુર તકરારને લગતા કેસો, લગ્ન જીવન તકરાર કે પરીવારને લગતા કેસો, બેંકના દાવાઓ અને જમીન વળતરને લગતા કેસો અને અન્ય દાવાઓ, દિવાની કેસો વિગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલ હતા. ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો સુખદ નિકાલ આવે તે હેતુસર લોક અદાલતમાં મુકવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...