તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Monday Of Shravan Month And Anero Coincidence Of Janmashtami, Shivalayas Of Patan Resounded With The Sound Of Har Har Bhole

હર હર ભોલે:શ્રાવણ માસનો સોમવાર અને જન્માષ્ટમીનો અનેરો સંયોગ, પાટણનાં શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજયા

પાટણએક મહિનો પહેલા
  • શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કરાયો

પવિત્ર શ્રવણ માસમાં અનેક તહેવારોનું મહત્વ છે ત્યારે આજે શ્રાવણ માસ ચોથો સોમવાર અને જન્માષ્ટમીની એક સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તો દર્શન માટે આવ્યા હતા તો ચોથો સોમવાર નિમીતે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

શિવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમને પ્રિય એવા સોમવારથી થયો હોવાથી તેનું મહત્વ વિશેષ વધી જાય છે. ત્યારે આજે જન્માષ્ટમી અને શ્રાવણ માસના ચોથો સોમવારનો સંયોગ સર્જતાં શહેરના રાધા કૃષ્ણ મંદિર અને દર્શન માટે ભાવિક ભક્તો આવ્યા હતા.

પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેશ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ, જાળેશ્વર મહાદેવ અને આનંદેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

આમ શ્રાવણ માસના ચોથા સોમવાર અને જન્માષ્ટમી રાધાકૃષ્ણ મંદિર અને શિવાલયો માં હરહર ભોળાનાથ અને ઓમ નમ: શિવાયના નાદ ગૂજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...