ધાર્મિક વિધિ:સિદ્ધપુરમાં મોદી સમાજનો ઢગલા બાપજીનો મેળો ભરાયો, સ્વજનોના આત્માની શાંતિ અને સદગતિ માટે તર્પણ વિધિ કરાઈ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢગલા બાપજીના સ્થાનકે તેમનું ઋણ અદા કરી ભક્તિભાવથી ભક્તોએ દર્શન કર્યાં

પાટણના સિદ્ધપુરમાં મોદી સમાજનો ઢગલા બાપજીનો મેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પાટણના પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં કોરોનાને લઈ કારક્ કાર્તિકી પૂર્ણિમાનો મેળો મોટા પાયે યોજાવાનો નથી. જેથી ભાવિકો અત્યારથી જ વિવિધ ધાર્મિક વિધિ હેતું સિદ્ધપુરમાં પહોંચીને તેમની વિધિ શાંતિપૂર્વક સંપન્ન કરી રહ્યા છે.

સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે માતૃશ્રાદ્ધ તર્પણ વિધીનું પ્રાચીન સમયથી મોટું માહાત્મ્ય રહેલું છે. જેથી દૂરદૂરથી લોકો તેમના સ્વજનોના આત્માની શાંતિ અને સદગતિ માટે કારતક મહિનાની આઠમથી પૂનમ સુધી આવતા હોય છે. ત્યારે મોદી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ કારતક વદ આઠમથી દશમ સુધી ઢગલા બાપજીનો મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ પ્રસંગે સમગ્ર મોદી સમાજ ઉપરાંત ભાટિયા અને રામી સમાજ દ્વારા પણ સરસ્વતી નદીના તટે પરંપરાગત ધાર્મિક, સામાજિક વિધિ કરવામાં આવે છે. નોમ અને દસમ બે દિવસ દરમિયાન સમગ્ર મોદી સમાજ સિદ્ધપુર પહોંચે છે.

પાટણના મોદી સમાજના જાગૃત નાગરિક અને વેપારી હાસુખ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે , સિદ્ધપુરમાં વર્ષો પૂર્વેની માન્યતા આજે પણ ચાલુ રહી છે. જેમાં સમગ્ર મોઢ મોદી સમાજ ભક્તિભાવથી ઊમટે છે અને સ્વજનોના આત્માની શાંતિ અને સદગતિ માટે તર્પણ વિધિ કરે છે. તેમજ ઢગલા બાપજીના સ્થાનકે તેમનું ઋણ અદા કરે છે. માટીના ઢગલામાંથી નાગબાપજીની પ્રતિકૃતિ રચાયેલી છે, જ્યાં ભક્તિભાવથી લોકો નમન દર્શન કરે છે અને ત્યાંની રજ ઘરે લઈ જઈને ગલ્લા કે તિજોરીમાં મૂકે છે, જેનાથી વંશ અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

અન્ય સમાચારો પણ છે...