તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Mock Tests Were Taken By Hemchandracharya University In The First Phase Of March June 2021 Undergraduate Sem.6 And Postgraduate Sem 4 Examinations.

પરીક્ષા યોજાશે:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા માર્ચ જુન - 2021ના પ્રથમ તબક્કામાં લેવાનાર સ્નાતકસેમ .6 અને અનુસ્નાતક સેમ -4 ની પરીક્ષાને લઈ મોક ટેસ્ટ લેવાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 પરીક્ષાના 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • આગામી 1 જુલાઈ થી માર્ચ- જૂન ના પ્રથમ તબક્કાની 29 પરીક્ષનો પ્રારંભ થશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જુન - 2021ના પ્રથમ તબક્કામાં લેવાનાર સ્નાતક સેમ .6 અને અનુસ્નાતક સેમ -4 ની 29 પરીક્ષાઓ સંદર્ભે બે દિવસીય મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા 1 લી જુલાઇથી શરુ થનાર સ્નાતક સેમ .6અને અનુસ્નાતક સેમ -4 ની પરીક્ષાઓને અનુલક્ષીને સોમવારે પ્રથમ મોક ટેસ્ટ યોજાયો હતો.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની વિવિધ કોલેજોમાં માર્ચ જુન ૨૦21ની પ્રથમ તબકકાની સ્નાતક સેમ .6 અને અનુસ્નાતક સેમ -4 ની 285 પરીક્ષાઓ આગામી તા .1 લી જુલાઇથી શરુ થશે. જેમાં સ્નાતક સેમ .6 માં બી.એ. , બી.કોમ . , બી.એસ.સી. , બીબીએ , બીસીએ , બીઆરએસ , બીએસડબલ્યુની પરીક્ષાઓ યોજાશે .જ્યારે અનુસ્નાતક સેમ -4 માં બી.એડ. , એમ.કોમ, એમ.એસ.સી. , એમ.એસ.ડબલ્યુ . , એમ.એ , સહિતના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ યોજવામાં આવશે. આગામી 1 લી જુલાઈથી શરુ થતી 29 પરીક્ષાઓ સંદર્ભે આજ રોજયુનિવર્સિટીના પરીક્ષા સેન્ટર ખાતેથી પ્રથમ મોકટેસ્ટ યોજાયો હતો. આ પરીક્ષામાં અંદાજે 50 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં યોજાનાર અન્ય પરીક્ષાઓ સંદર્ભે યુનિવર્સિટીની વેબસાઇટ પર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવું પરીક્ષા નિયામક મિતુલદેલીયાએ જણાવ્યું હતું. આમ આગામી 1 લી જુલાઇથી પાટણ યુનિવર્સિટી દ્વારા માર્ચ - જુન 21ના પ્રથમ તબકકામાં લેવાનાર 29 પરીક્ષાઓનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...