તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી દ્વારા સેમ 1 ની પરીક્ષાના મોકટેસ્ટ શરૂ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોફ્ટવેરના ચેકીંગ માટે બે દિવસીય મોક ટેસ્ટ શરૂ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી દ્વારા 8 જૂનથી સેમિસ્ટર 1 ની ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થવાની છે. જેમાં પરીક્ષા માટે માર્ગદર્શન અને સોફ્ટવેરના ચેકીંગ માટે બે દિવસીય મોક ટેસ્ટ શરૂ થયા છે.જેમાં પ્રથમ દિવસે સોફ્ટવેરમાં કોઈ ખામી ન સર્જાતા યોગ્ય રીતે છાત્રો ટેસ્ટ આપી શક્યા હતા.

યુનિવર્સીટી દ્વારા સ્નાતકમાં સેમ 1 ની બી.એસ.સી,બી.કોમ, બી.બી.એ, બી.આર.એસ, બી.એસ.સી, બી.એ.બી.એડ, સહીતની 17 અભ્યાસક્રમની અંદાજે 15 હજાર છાત્રોની આગામી 8 જૂનથી પરીક્ષાઓ લેવામાં આવનાર છે.પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અને સોફ્ટવેરની ચેકીંગ માટે 4 અને 5 જૂન બે દિવસ મોકટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે પ્રથમ દિવસે મોક ટેસ્ટ યોજાયો હતો જેમાં સોફ્ટવેર સરળ રીતે ચાલતા અને લોગીનમાં કોઈ મુશ્કેલી ન પડતા છાત્રો આસાનીથી મોટ ટેસ્ટ આપી શક્યા હતા.આ પરીક્ષામાં સોફ્ટવેર સિસ્ટમમાં ફેરફાર કરી સર્વર ડાઉન ન થાય માટે સંખ્યાનું વિભાજન કરી ઓછા ઓછા છાત્રોની પરીક્ષાઓ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...