તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાટણમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનના જથ્થાના વિતરણની અસામાનતા દુર કરવા ધારાસભ્યે સીએમને પત્ર લખ્યો

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી
 • 70 બેઠક ધરાવતી હોસ્પિટલ અને 10 બેડ ધરાવતી હોસ્પિટલને સરખા જ ઇન્જેક્શન આપવામાં આવે તે યોગ્ય નથી: કિરીટ પટેલ

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. ત્યારે પાટણ શહેરમાં રેમડેસિવિર ઇન્જકશન અને ઓકિસજનના જથ્થાના વિતરણમાં અસામાનતા દુર કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી માંગ કરી છે.

કિરીટ પટેલે રજૂઆત કરી છે કે, પાટણ કલેકટર અને પોલિસ અધિક્ષક દ્વારા અગાઉ ખાનગી હોસ્પિટલોના દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવવાની સરાહનીય કામગીરી થતી હતી. અત્યારે જે તે હોસ્પિટલોને સીધા જ ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ તેમાં દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખવામાં આવતી નથી. 70 બેઠક ધરાવતી હોસ્પિટલ અને 10 બેડ ધરાવતી હોસ્પિટલને સરખા જ રિમડેસિવિરઇન્જેક્શન આપવામાં આવે તે યોગ્ય નથી.

ઓકિસજનની ફાળવણીમાં પણ રાજકીય વગ ધરાવનાર એક હોસ્પિટલમાં માત્ર 19 બેડ હોવા છતાં એટેન્ક અને 16 જેટલી બોટલો એટલે કે 19 બેડમાં લગભગ 67 જેટલી ઓક્સિજનની બોટલો આપવામાં આવે છે.જયારે 50થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલોમાં માત્ર 15થી 20 બોટલો ઓકસીજન આપવામાં આવે છે. કોરોનાની મહામારીમાં આવું રાજકારણ કે રાજકીય દબાણથી આવા નિર્ણય લેવા યોગ્ય નથી. આમ ઉપરોકત બાબત ગંભીરતાથી ધ્યાને લઇ પાટણ જીલ્લા અને પાટણ શહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા હોસ્પિટલના બેડની સંખ્યાના આધારે અને ધ્યાને લઇ રેમડેસિવિર ઇન્જેક્શનઅને ઓકિસજન પુરા પાડવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો