તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ધારાસભ્ય રઘુ દેસાઇએ રાધનપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત સાથે સીએચસી અને પીએચસી કેન્દ્રોની સમીક્ષા કરી

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રઘુ દેસાઇએ કોરોના સંકમિત દર્દીઓની ખબર અંતર પૂછી તેમના પરિવારજનોની મુશ્કેલીઓ જાણી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત બન્યા છે. ત્યારે જિલ્લાના છેવાડાના રાધનપુર પંથકમાં પણ અનેક લોકો કોરોના સંક્રમિત બન્યા હોય કોરોના સંક્રમિત બનેલા લોકોને સમયસરની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે રાધનપુરના ધારાસભ્ય રધુ દેસાઇ સતત પ્રયત્નશીલ રહી કામ કરી રહ્યા છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે પાટણ તાલુકાના મણુંદ અને બાલીસણા ગામની મુલાકાત લઇને અધિકારીઓ, સ્વૈચ્છિક સંગઠનના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી ગામમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

ત્યારે સોમવારના રોજ રાધનપુરના ધારાસભ્ય રધુ દેસાઇએ વેધર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મેડીકલ ઓફિસરો સાથે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર લઈને વિચાર વિમર્શ કરી પંથકના સીએચસી અને પીએચસી કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે સાથે તેઓએ કોરોના સંકમિત દર્દીઓની ખબર અંતર પૂછી તેઓના પરિવારજનોની મુશ્કેલીઓ જાણી તેના નિરાકરણ માટે હૈયાધારણા આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીડી.કે.પારેખે ગામમાં કોરોના પોઝિટિવ દર્દીઓની મુલાકાત લઇ ખબર-અંતર પુછી સંપૂર્ણ આઇસોલેશનનું પાલન કરવા સુચન કર્યું હતું. જો વધારે પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સામે આવે તો ગામમાં જ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા માટે જણાવ્યું હતું. જેથી, અન્ય પરિવારજનો સંક્રમિત ન થાય અને પરિવારના ઉંમર લાયક લોકો, સગર્ભા બહેનો તથા અન્ય લોકોને કોરોના થવાનું જોખમ ઘણું ઘટી જાય. જિલ્લા વિકાસ અધિકારે એ કોવિડ કેર સેંટરની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો