તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે વિનામૂલ્યે ટેબ્લેટ આપવા ધારાસભ્ય કિરીટ પટેલની માગ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ વિદ્યાર્થીઓએ એન્ડ્રોઈડ ફોન માટે કરવો પડી રહ્યો છે ખર્ચ

કોરોના મહામારીના કારણે ગુજરાત રાજયમાં તમામ સ્કૂલો બંધ હતી.અને વિદ્યાથીઓના હીત માટે રાજ્ય સરકાર દ્વારા ઓન લાઈન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું . પરંતુ ગુજરાત રાજય માં શહેરની સંખ્યા કરતા ગ્રામ્ય વિસ્તારોની સંખ્યા વધુ હોય તો ધણા ગામો આંતરીયાળ હોઈ કોઈ પણ પ્રકારના નેટ ની વ્યવસ્થા હોતી નથી. ત્યારે ઓનલાઈન શિક્ષણના અભ્યાસ માટે વિદ્યાથીને ફરજીયાત સરકારી અને ખાનગી સ્કૂલો તરફથી એન્ડ્રોઈડ મોબાઈલ લેવાની ફરજ પાડવામાં આવે છે . તેમજ ઓનલાઈન અભ્યાસ સારૂ જે તે વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા હોવું જરૂરી છે .

ગ્રામ્ય વિસ્તાર માંથી અભ્યાસ માટે આવતા વિધાર્થીઓનાં મા - બાપ ની આર્થિક પરિસ્થિતિ પણ સારી હોતી નથી , દરેક પરિવારોને તેમના એક બાળકને ઓન લાઈન અભ્યાસ કરાવવા સારૂ અંદાજે 30,000 / ( ત્રીસ હજાર ) થી વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે .ત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં આવતા વિદ્યાર્થીઓને સરકારની યોજનામાં રૂપિયા 1000 / - ( એક હજાર ) નાં ટેબલેટ સહાય રૂપે આપવામાં આવે છે તો આ ઓનલાઇન અભ્યાસ ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજયના તમામ વિદ્યાર્થીઓના શિક્ષણ ના હીત માટે સરકાર તરફથી તમામ વિર્ધાથીઓ માટે સત્વરે રૂપિયા 1000 / - ( એક હજાર ) ના ટેબલેટ સહાય વિના મુલ્ય સત્વરે આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...