તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન મંડળની બેઠક:રાધનપુર,સાંતલપુર અને સમીના રૂ.3.50 કરોડના કામો મામલે ધારાસભ્ય વિરોધ કરતા રદ કરાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા આયોજન મંડળની શુક્રવારે મળેલી બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
જિલ્લા આયોજન મંડળની શુક્રવારે મળેલી બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વિરોધ કર્યો હતો.
  • પ્રભારી મંત્રીની ફરીથી બેઠક કરી સર્વ સંમતિથી કામો નક્કી કરી દરખાસ્ત કરવા સૂચના
  • તાલુકા આયોજન મંડળે ધારાસભ્ય રધુભાઈ દેસાઈને વિશ્વાસમાં લિધા વિના વિકાસ કામો નક્કી કરી જિલ્લા આયોજન મંડળમાં મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરતાં વિવાદ સર્જાયો

રાધનપુર સાંતલપુર અને સમી તાલુકા પંચાયતના તાલુકા આયોજન મંડળે 15 ટકા વિવેકાધીનની અંદાજે રૂ 3.50 કરોડની ગ્રાન્ટના વિકાસ કામો સ્થાનિક ધારાસભ્યને વિશ્વાસમાં લીધા વગર નક્કી કરી જિલ્લા આયોજન મંડળમાં મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરી હોવાથી વિવાદ થયો હતો. ધારાસભ્ય રઘુભાઈ દેખાઈએ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિરોધ કરતા પ્રભારી મંત્રીએ ત્રણેય તાલુકા ના કામો ની દરખાસ્તો રદ કરી સર્વ ફરીથી મિટિંગ કરી સર્વ સંમતિથી કામ નક્કી કરી દરખાસ્ત કરવા માટે સુચના આપી હતી.

રાધનપુર સાંતલપુર અને સમી તાલુકામાં 15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ ના કામો સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ને વિશ્વાસમાં લીધા વગર તાલુકા પંચાયતના તાલુકા આયોજન મંડળે નક્કી કરી જિલ્લા આયોજન મંડળ માં મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. જેને પગલે શુક્રવારે મળેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ વિરોધ કર્યો હતો. તેમની રજૂઆતને ધ્યાને લઇ પ્રભારી મંત્રી વાસણભાઈ આહિરે રાધનપુર સાંતલપુર અને સમી ત્રણેય તાલુકા ની દરખાસ્તો રદ કરી ફરીથી સોમવારે મીટીંગ કરી સર્વ સંમતિથી કામ નક્કી કરી દરખાસ્ત રજુ કરવા માટે સુચના આપતા વિવાદનો અંત આવ્યો હતો.

કોન્ટ્રાક્ટર ગોલમાલ ન કરાવે તે ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે
રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મને વિશ્વાસમાં લીધા ન હોવાથી વિરોધ કર્યો હતો. પ્રભારી મંત્રીએ ફરીથી મિટિંગ કરી કામો નક્કી કરી મોકલવા માટે સુચના આપી છે એટલે સોમવારે અમે મીટીંગ કરવાના છીએ ત્રણેય તાલુકાના અંદાજે રૂ 3.50 કરોડના કામો છે મને વિશ્વાસમાં લઈ લોકોને ન્યાય મળે તેવું કરો તો અમે કોઈ વાંધો નથી. જે પણ કામ કરો તે સારી રીતે થાય કોન્ટ્રાક્ટરો કોઈ ગોલમાલ ન કરાવે લોકોના રૂપિયા ખવાઇ ન જાય તે ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે.

રાધનપુર-સાંતલપુર આયોજન રજૂ થયું નથી
જિલ્લા આયોજન અધિકારી બી.આઈ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાધનપુર-સાંતલપુર તાલુકાના કામોનું આયોજન રજૂ થયું નથી. સોમવારે મિટિંગ કરી તેમાં કામો નક્કી કરી મોકલશે પછી મંજુર થશે.

અન્ય સમાચારો પણ છે...