તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ માટે પુકાર:પાટણના 16 વર્ષના કેન્સર પીડિત બાળકની સારવાર માટે ધારાસભ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદની અપીલ કરી

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા બાળકની સારવાર માટે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરાઇ

પાટણ શહેરના સુર્યા નગર વિસ્તારમાં રહેતા અને બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા ગરીબ પરિવારના સંદીપ પ્રવીણભાઈ ભીલ 16 વર્ષના માસૂમની સારવાર અર્થે પાટણ શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર મદદરૂપ બને તે માટે શનિવારના રોજ પાટણના ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી.

શહેરની સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ થવા અપીલ કરી
છેલ્લા પાંચેક વરસથી બ્લડ કેન્સરની બીમારીથી પથારીવશ બનેલા 16 વર્ષના સંદીપ પ્રવિણભાઈ ભીલ નામના બાળકની ખબર અંતર પૂછવા આવેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા બાળકની સારવાર માટે પાટણ શહેરની સેવાભાવી સંસ્થાઓને તેમજ જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ બનવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત 16 વર્ષના બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા બાળકના પિતાનું અવસાન થયેલુ છે.

જિલ્લા પ્રશાસન બાળકની સારવાર માટે આર્થિક મદદ કરે
તેમજ બાળકની માતા રીટા બેન પોતાના બાળકને લઈને ભાઈને ત્યાં નાની સાથે રહે છે. અને લોકોના ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેન્સર પીડિત બાળકની સારવાર માટે તેઓ અસક્ષમ હોય પાટણ શહેરની સેવાકિય સંસ્થાઓએ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બાળકની સારવાર માટે આર્થિક રીતે મદદ કરવા અને આ માટે તેઓ દ્વારા સરકારના આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાંચેક વર્ષથી તે બિલકુલ પથારીવશ છે
કેન્સર પીડિત બાળકની માતા રીટાબેને જણાવ્યું હતું કે આજથી પાંચેક વર્ષ પહેલા પોતાનું બાળક ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો. ત્યારે અચાનક ખેંચ આવતાં તેની હાલત નાજુક બની હતી. અને જેના કારણે તેને આ બ્લડ કેન્સરની અસર થતાં છેલ્લા પાંચેક વર્ષથી તે બિલકુલ પથારીવશ હોઇ પોતાનાથી થાય તે સેવા કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...