તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સરકારના GEM પોર્ટલ પર ખરીદીમાં ભ્રષ્ટાચાર થતાનો ધારાસભ્યનો આક્ષેપ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જનતા હોસ્પિટલ દ્વારા મંગાવેલા કંપનીનાં સીધા ભાવમાં અને GEM પોટૅલનાં ભાવમાં મોટી વિસંગતતા સામે આવતાં નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ

રાજ્ય સરકારના GEM ગવનૅમેન્ટ ઈ માર્કેટિંગ પ્લેસ પોર્ટલ પર ખરીદી માં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે. તેની તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની મહામારી સમયે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સરકારની ગાઈડ લાઈન મુજબ ધારાસભ્ય ફંડમાંથી પાટણની જનતા હોસ્પિટલમાં આઇસીયુ ઓન વીલ એમ્બ્યુલન્સ અને ફિલિપ્સ ડિફેબ્રીલેટર અને ફિલિપ્સ મલ્ટીપેરા મોનીટર ખરીદવાં માટે રૂ.37.11લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

તેના માટે જનતા હોસ્પિટલ દ્વારા જરૂરી કોટેશન મંગાવવામાં આવેલ પરંતુ મંગાવેલા કોટેશનમા ફિલિપ્સ કંપનીનાં સીધા ભાવ અને GEM પોટૅલનાં ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે. જેમા ફિલિપ્સ મલ્ટીપેરા મોનીટરનો સીધો ભાવ રૂ.84 હજાર જ્યારે GEM પોટૅલ ઉપર એજ વસ્તુનો ભાવ રૂ.1.80 લાખ જ્યારે મલ્ટીપેરા મોનીટર અને ડિફેબિલેટરનો સીધો ભાવ રૂ.3.49 લાખ જ્યારે પોટૅલ ઉપર રૂ. 8 લાખ છે.

કોમ્પ્યુટરથી માંડીને ધણાં બધા ઈલેક્ટ્રોનિક અને મેડિકલ સાધનોનાં ભાવમાં ધણો તફાવત જોવા મળ્યો છે. જેના કારણે સરકારને લાખો રૂપિયા ગેરકાયદેસર રીતે વેડફાય છે. આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પાટણના ધારાસભ્ય દ્વારા નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખીને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...