તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપખુદશાહી વલણ:મિતુલ દેલિયાને કાયમી પરીક્ષા નિયામકનો ચાર્જ આપ્યાના 24 કલાકમાં નિમણૂંક રદ્દ કરી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. જે.જે. વોરાનું આપખુદશાહી વલણ
 • નિયામક હાજર થઇ ગયા બાદ કોઈપણ નોટીસ કે કારણ વગર નિમણૂંક મોકૂફ કરતા કાયદેસરની કાર્યવાહી કરશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવ નિયુક્ત કાયમી પરીક્ષા નિયામકને 24 કલાક પહેલા જ ચાર્જ આપી ફરી નિમણૂક મોકૂફ રાખવાનો કુલપતિ દ્વારા આદેશ કરી પૂર્વ પરીક્ષા નિયામકને ચાર્જ સોંપવામાં આવતા કુલપતિનો લીધેલ નિયમ વિરુદ્ધના ઓચિંતાને નિર્ણયને લઇ નવો વિવાદ સર્જાયો છે.

યુનિવર્સિટીમાં બુધવારે ઇસી બેઠકમાં 2017 માં થયેલ પરીક્ષા નિયામકની ભરતીમાં સિલેક્શન થયેલ મિતુલ દેલિયાને કાયમી પરીક્ષા નિયામક તરીકે નિમણુંક આપતા સાંજે હાજર પણ થઇ ગયા હતા. પરંતુ ગુરુવારે સવારે કુલપતિ જે.જે.વોરાએ નવીન પરીક્ષા નિયામક ઓફિસમાં આવે તે પહેલા અચાનક કોઈપણ નોટીશ વગર નિયામકની નિમણુંક મોકૂફ રાખી હાલમાં પૂર્વ પરીક્ષા નિયામક ગિરીશ ઠક્કરને ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ત્યારે અચાનક ફરી 24 કલાકમાં કરેલ નિમણુંક મોકૂફ કરવામાં આવતા કેમ્પસ સહીત ઇસી સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિને પૂછવા માટે સંપર્ક કરતા કોઈ સંપર્ક થઇ શક્યો ન હતો. રજિસ્ટ્રારને પૂછતાં તેમને કોઈ જાણ ન હોઈ કુલપતિના આદેશ અનુસાર ગિરીશભાઈ ઠક્કરે ચાર્જ સંભાળી લીધો હોવાનું જણાવ્યું હતું.

કારણ વગર નિમણૂંક રદ કરી છે : મિતુલ દેલિયા
પૂર્વ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે કારોબારીએ નિમણૂકનો નિર્ણય લીધો હતો. કોઈ વાંધો હોય તો તેઓ કારોબારીમાં કરી શકતા પરંતુ હું હાજર થઇ ગયા બાદ કોઈપણ નોટીસ કે મને જાણ કર્યા વગર જ મારી નિમણુંક મોકુફનો લેટર મારી ઓફિસમાં મોકલી આપ્યો હતો તે યોગ્ય નથી. હું આ બાબતે જે કાયદેસરની કાર્યવાહી થતી હશે તે કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો