કાર્યવાહી:સિદ્ધપુરથી ગુમ સગીરા સુરતથી મળી, બે શખ્સો સામે પોક્સો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવાર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવાર
  • પોલીસે મોબાઈલ કોલ ડીટેઈલ આધારે શોધી કાઢી

સિદ્ધપુરમાં 4 એપ્રિલના રોજ એક સગીરા ગુમ થઈ હતી. જેને પોલીસે મોબાઈલ કોલ ડીટેઈલ આધારે સૂરત ખાતેથી શોધી કાઢી હતી. જ્યારે બે આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેઓએ દુષ્કર્મ કર્યાનું જણાઈ આવતા તેઓ વિરુદ્ધ પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુમ થયેલ સગીરને શોધી કાઢવા તપાસ ચાલુ હતી. દરમ્યાન મોબાઇલ કોલ ડિટેઇલ મેળવી ચકાસણી કરતાં સગીર બાળાનું લોકેશન સુરત મુકામે આવતું હતું. પોલીસની ટીમ સુરત પહોંચી હતી. બાળાને શોધી કાઢી તેનું નિવેદન લઇ તપાસ કરતા મુમ્તિયાર ઉર્ફે સમીર મહેબુબ પુંજુભાઇ રહે. સમી પીંજારાવાસ અને અમનકુમાર સુખવીરસિંહ જાટ રહે ઢુંઢૌસ કુશમરા મૈનપુરી ઉત્તરપ્રદેશ હાલ રહે સુરત શાંતિનિકેતન -1 સોસાયટીએ સગીરા સાથે દુષ્કર્મ આચરેલ હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું.

આ બન્ને આરોપીઓને પકડી પાડી આઈપીસી કલમ -363, 376 (2 એન) તથા પોક્સો એક્ટ કલમ -4, 6 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરાને શોધી કાઢવા અને આરોપીઓ ઝડપી લેવામાં ઈન્ચાર્જ પીઆઇ પી.એસ.ગૌસ્વામી,પીએસઆઇ વી જી ઠાકોર, એ.એસ.આઇ દિવાનજી, ભાણજીજી સુરજજી સહિતની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...