સમીક્ષા બેઠક:રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાએ પાટણમાં નગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાના કારણે નુકસાન પામેલા રસ્તાઓના સમારકામ અને રસ્તા રિસરફેસીંગની કામગીરી

આજરોજ શિક્ષકદિન નિમિતે રાજ્યકક્ષાના માનનીય મંત્રી વિનોદ મોરડીયા પાટણના પ્રવાસે છે. શિક્ષક સન્માન કાર્યક્રમ બાદ બાદ સર્કીટ હાઉસ ખાતે મંત્રીની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાટણના સર્કિટ હાઉસ ખાતે આયોજીત સમીક્ષા બેઠકમાં પાટણ જિલ્લાની નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ લોકો હાજર રહ્યા
આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે ચોમાસાના કારણે નુકસાન પામેલ રસ્તાઓના સમારકામ અને રસ્તા રિસરફેસીંગની કામગીરી, રખડતા ઢોર પકડવાની કામગીરી, દબાણ દુર કરવાની કામગીરી, તેમજ પાણી પુરવઠા યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત થયેલ કામગીરી અને વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીએ વિવિધ કામગીરીના સંલગ્ન અધિકારીઓને યોગ્ય સુચનો પણ કર્યા હતા. જ્યારે સરકારની ફ્લેગશીપ યોજનાઓ સત્વરે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આજની આ સમીક્ષા બેઠકમાં પાટણ જિલ્લા નગરપાલિકાઓના અધિકારીઓ હાજર રહ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...