મંત્રીનો કટાક્ષ:'કોંગ્રેસ લઠ્ઠાકાંડમાં મૃત્યું પામતા લોકોને વળતર આપતી પણ ખેડૂતોને ન આપતી', પાટણથી રાજ્ય મંત્રી કુબેરસિંહ ડીંડોરે કોંગ્રેસને આડેહાથ લીધી

પાટણએક મહિનો પહેલા
  • APMC હોલ ખાતે નેશનલ કોંકલેવ ફોર નૅચરલ ફાર્મિંગ' અને 'એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

પાટણ APMC હોલ ખાતે 'નેશનલ કોંકલેવ ફોર નૅચરલ ફાર્મિંગ' અને 'એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2021' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રીક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી કુબેરસિંહ ડીંડોરની ઉપસ્થિતમાં યોજાયો હતો. જેમાં મંત્રીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ લઠ્ઠાકાંડમાં દારૂ પીને મૃત્યું પામતા લોકોને વળતર આપતી પણ ખેડૂતો દેવા થવાના કારણે આપઘાત કરતાં તેમને ન આપતી ન હતી.

આણંદ ખાતે નેશનલ કોંકલેવ ફોર નૅચરલ ફાર્મિંગ' અને 'એગ્રી પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2021' અંતર્ગત વર્ચ્યુલ લાઈવ પ્રસારણનો પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી કુબેરસિંહે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને 18 ટકા વ્યાજ દરે લોન આપવામાં આવતી હતી. ત્યારે ભાજપ સરકારમાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન 0 ટકા વ્યાજ દરે આપવામાં આવે છે.

તેમજ વિવિધ સરકારના કાર્યોની માહિતી સાથે કોંગ્રેસ ઉપર નિશાન ટાંકી કોંગ્રેસ સરકારમાં ખેડૂતોને મુશ્કેલ પરિસ્થિતિ જેવા કે આપઘાત કેસમાં સહાય આપવાના બદલે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામતા લોકોને સહાય આપવામાં આવતી હતી તેવા પ્રહાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખ, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...