સગીરા સાથે તાલીબાની સજા મામલો:પાટણની ધારપુર હોસ્પિટલમાં મહિલા બાળ અને કલ્યાણ મંત્રીએ સગીરાને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

પાટણ15 દિવસ પહેલા
  • કસુરવાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અને પીડિત સગીરાને CWCમાં મોકલવા જણાવ્યું સમાજમાં ફરીથી આવાં બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને શિક્ષિત બનવા અપીલ કરી

પાટણના હારિજમાં સગીરા સાથે થયેલા અમાનુંષિ બનાવના ધેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે શનિવારના રોજ મહિલા બાળ અને કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે મેડિકલ માટે લવાયેલી સગીરાને રૂબરૂ મળી સાંત્વના આપી હતી. તેમજ તેના હેલ્થ ચેકઅપનાં રિપોર્ટ જાણી નાબાલિકને રક્ષણ મળી રહે તે માટે તેણીને CWCમાં મૂકવામાં આવશે તેવું જણાવી આ મામલે દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ સમાજમાં ફરીથી આવાં બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને શિક્ષિત બનવા અપીલ કરી હતી.

મહિલા બાળ અને કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલની મુલાકાત સમયે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિઘ ગુલાટી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ધટનાને પગલે પોલીસ દ્વારા યુવતીને મેડિકલ પરિક્ષણ માટે ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ હોવાનું ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવતે જણાવ્યું હતું. તેમજ જણાવ્યું કે, સ્પેશ્યલ મેડિકલ તપાસ હાલમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...