તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખાણ ખનીજ વિભાગે 13 દિવસમાં ઓવરલોડ રેતી ભરેલા 19 વાહનો પકડ્યા,17.12 લાખ દંડ ફટકાર્યો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે કાંસા પાસેથી બે ડમ્પર પકડાતાં રૂ 2.94 લાખ દંડ ફટકાર્યો

પાટણ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે છેલ્લા 13 દિવસમાં ઓવરલોડ રેતી ભરીને દોડતા 19 વાહનો પકડી પાડી કુલ રૂ 17.12 લાખ દંડ ફટકાર્યો છે. જેમાં મંગળવારે સરસ્વતી તાલુકાના કાંસા પાસેથી બે ડમ્પર પકડાયા હતા.

જૂન માસથી બિલ્ડીંગ કન્ટ્રકશનના કામો શરૂ થતા નદીમાંથી રેત સપ્લાયની કામગીરી ફરીથી શરૂ થઇ છે. બનાસકાંઠાના કંબોઈ બનાસ નદીમાથી રેતીનો જથ્થો ડમ્પરો મારફતે પાટણ મહેસાણા કડી અને છેક અમદાવાદ સુધી સપ્લાય થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં અંદાજે 500 જેટલા ડમ્પરો રેતી સપ્લાય માટે દોડી રહ્યા છે. ત્યારે ઓવરલોડ રેતી ભરીને દોડતા વાહનો સામે ખાણ ખનીજ વિભાગ પાટણે લાલ આંખ કરી છે. છેલ્લા 13 દિવસમાં પાટણ-શિહોરી રોડ અને હારિજ-રોડા રોડ સહિત જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ઓવરલોડ રેતી ભરી રોયલ્ટીની ચોરી કરતા ડમ્પર અને ટ્રેક્ટર મળી કુલ 19 વાહનો પકડી લેવામાં આવ્યા છે અને વાહન માલિકોને કુલ રૂ.17.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં મંગળવારે સરસ્વતી તાલુકાના કાંસા પાસેથી ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા અને ડમ્પરના માલિકને રૂ.2.94 લાખ દંડ ફટકાર્યો છે.

રાત્રે પણ રોડ પર ચેકિંગ કરવામાં આવે છે
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આલાખ પ્રેમલાણીએ જણાવ્યું હતું કે માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ચેકિંગ કરી ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતા વાહનોને પકડવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ ડ્રાઇવ પર રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...