ધરપકડ:મીઠાધરવામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચોરી કરનાર 2 ઝડપાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા પોલીસે ફરાર અારોપીની શોધખોળ હાથ ધરી

ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામે દિવાળી વેકેશનમાં મધ્યાન ભોજનમાં ચોરી કરનાર ગામના 3 શખ્સો પૈકી 2 શખ્સોને પોલીસે પાસેથી તમામ મુદ્દામાલ સાથે ઝડપી જેલમાં ધકેલી દીધા હતા. મીઠાધરવા ગામે દિવાળી વેકેશનમાં મધ્યાન ભોજનનો સ્ટોરરૂમ બંધ હોય તેને તસ્કરોએ નિશાન બનાવી રસોઈની સર સામાન તેમજ સીધો સામગ્રીની રૂ.11700 ચોરીને અંજામ આપ્યો હતો.

આ અંગે ચાણસ્મા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.અા અંગે ચાણસ્મા પોલીસે ગામમાં ઝીણવટ ભરી તપાસ કરતા ત્રણ શંકમદ નામ મળ્યા હતા તે બે શખ્સો લાલાભાઇ બાબુભાઇ દેવીપુજક અને ઠાકોર શૈલેષજી વિનુજીને પકડી પાડીને તેઅો સઘન પુછપરછમાં તેઅોઅે ગામમાં મધ્યાહન ભોજનની ચોરીની કબુલાત કરી હતી.

પોલીસે બે અારોપીને અટક કરીને 51 થાળી રૂ.2000,2 તપેલા રૂ.3000, 3 લોખંડના તવા રૂ.2000, 3 તપેલાના ઢાંકણ રૂ.500, લોખંડના બાટ અેક, બે પાંચ દશ કિલો અને પાંચ સો ગ્રામના રૂ.500, અેલ્યુમિનીયમનો જગ, વજન કાંટો રૂ.500,તથા કપાસીયા તેલ ડબ્બો રૂ.2700 તથા અેલ્યુમિનિયમની કઢાઇ કિ.રૂ.500 અા કુલ મળી કુલ રૂ.11700ની વસ્તુઅોની કબ્જે કરીને અારોપીને ત્રણ દિવસના રિમાન્ટ માટે કોર્ટમાં રજુ કર્યા હતા પણ કોર્ટે રિમાન્ટ નામંજુર કરીને બે અારોપીને જેલધકેલી દીધા હતા. ફરાર ઠાકોર શૈલેષજી વિનુજીની શોધખોળ હાથ ધરી હતી. તેની તપાસ અધિકારી પીઅાઇ અાર.અેમ.વસાવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...