યાત્રા:પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયના સદસ્યો રાજસ્થાનના પ્રવાસે

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારિત્રરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાના દર્શન કરીને યાત્રાનો પારંભ કર્યો ગચ્છાધિપતિ નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલા ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયના ત્રિસ્તુતિક જૈન સંઘના સદસ્યો રાજસ્થાનના પ્રવાસે ગયા છે. ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાના દર્શન કરીને સદસ્યોએ રાજસ્થાનનો યાત્રા પ્રવાસ પ્રારંભ કર્યો હતો.

યાત્રા દરમિયાન સંઘ જાલોર જિલ્લાના ભાંડવપુર તીર્થ સ્થિત ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગુરુદેવ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજાના સમાધિ મંદિરના દર્શન વંદન કર્યા હતા. ત્યાં બિરાજમાન જૈનાચાર્ય જયરત્ન સૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતના દર્શન વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરી જાલોર માટે પ્રસ્થાન કર્યું હતું, ત્યાં બિરાજમાન ગચ્છાધિપતિ નિત્યસેન સૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતના દર્શન વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ યાત્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ સદસ્યો રમેશભાઈ, નીતીનભાઇ, અલકેશભાઈ, ભરતભાઈ, હસમુખભાઈ તેમજ ઉપાશ્રય ના નગર ના પુર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ સંજયભાઈ મોદી અને ગુરુ સેવક શુભમભાઈ રાજપુત ઉર્ફે પીન્ટુ જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...