ફરિયાદ:મહેસાણાની પરિણીતા પાસે 2 લાખ દહેજ માંગી કાઢી મૂકી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસમાં ચાર સભ્યો સામે ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના સમોડા ગામની દિકરીના અાઠ વર્ષ અગાઉ મહેસાણા ખાતે લગ્ન કર્યા હતા તેના સાસરીયા સભ્યોઅે દહેજ પેટે રૂ.બેલાખની માંગણી કરીને ઘરેથી કાઢી મુકી હતી તેના પિયર અાવીને સમગ્ર બનાવની વાત કરી હતી અા અંગે મહિલાઅે સિધ્ધપુર પોલીસ મથકે સાસરીયા ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણાશહેરની શાહીલ-2 સોસાયટીમાં રહેતા રાબીયાબેન હનીફશા ફકીર તેઅોના લગ્ન જીવન અાઠ વર્ષમાં બે સંતાન છે પણ સાસુ સસરા અને મામા સસરાની ચઢામણીથી પતિ ફકીર હનીફશા અલ્લારખ્ખાઅે કહેલ કે તારા પિયરથી દહેજ પેટે રૂ.2લાખ લઇ અાવ તે કહિને તારીખ 01/11/2021 નારોજ મારઝુડ કરીને કાઢી મુકીને કહેલ રૂ.2લાખ હોય તો મોકલજો પૈસા લીધા સિવાય અાવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી અાપી હોવાની પરણિતાઅે સિધ્ધપુર પોલીસ મથકે પતિ ફકીર હનીફશા અલ્લારખ્ખા, સસરા ફકીર અલ્લારખ્ખા ગનીશા, સાસુ ફકીર ખેરૂબબેન અલ્લારખ્ખા અને ફકીર રહેમાનશા લાલશા રહે.મહેસાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...