તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અબિયાણા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર ચોરી કરનારો મહેસાણાનો ચોર ઝડપાયો

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અમરાપુરાના શખ્સ પાસેથી કોમ્પ્યુટર સેટ મળતાં ચોરીનો ભેદ ઊકેલાયો
 • ઝડપાયેલો તાજન ઉર્ફે બુઢીયો રમઝાન સિંધી 25 જેટલા ચોરીના ગુનામાં સામેલ

બે વર્ષ અગાઉ અબિયાણા ગામની પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર સેટની ચોરી કરનાર મહેસાણાના લશ્કરી કૂવા વિસ્તારના રીઢા ચોરને સમી પોલીસે પકડી પાડ્યો હતો. આ શખ્શ ડફેર ગેંગનો સાગરીત હોવાથી પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં આશરે 25 જેટલી ચોરીઓના ગુનામાં પકડાયેલો છે.સમી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે 4 ફેબ્રુઆરીએ અમરાપુર ગામના સુરેશજી માનાજી ઠાકોર પાસેથી સીપીયુ, મોનિટર, કીબોર્ડ મળી આવ્યા હતા.

આ અંગે પુછપરછ હાથ ધરતાં આ કોમ્પ્યુટર સેટ અબિયાણા પ્રાથમિક શાળાનું હોવાનું બહાર આવ્યું હતું. સમી પોલીસે સુરેશ ઠાકોરની પૂછપરછ કરતા આ કોમ્પ્યુટર સેટ તેને બુઢિયા નામના ડફેરે આપ્યો હોવાનું જણાવતા પોલીસે મહેસાણાના લશ્કરી કૂવાના તાજન ઉર્ફે બુઢીયો રમઝાન સિંધીને ઝડપી લીધો હતો.

બે શખ્સોએ ચોરી કરી હતી
અમરાપુર પાર્ટીના અબ્દુલ ઉર્ફે બિલ્લો મતું સિંધીએ ભેગા મળી બે વર્ષ અગાઉ અબિયાણા પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર સેટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો