સાર્વત્રિક વરસાદ:પાટણના સરસ્વતીમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ સહિત તમામ તાલુકામાં મેઘમહેર

પાટણ17 દિવસ પહેલા
  • 8 તાલુકામાં 5 MMથી 60 MM સુધી વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં મંગળવારે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સરસ્વતી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 83 મિમિ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે બાકીના 8 તાલુકામાં 5 મિમિથી 60 મિમિ સુધી વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
મંગળવારે સવારથી શરૂ થયેલો રિમઝિમ વરસાદ વિરામ બાદ રાત્રે પણ વરસતા રોડ પર પાણી વહેતા થયા હતા. જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી જેથી લોકોને હાલાકી પડી હતી.
ક્યા કેટલો વરસાદ વરસ્યો?
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરસ્વતીમાં 84 MM,પાટણ 60 MM,સિદ્ધપુરમાં 56 MM,રાધનપુરમાં 47 MM,ચાણસ્મા 45 MM,સાંતલપુરમાં 25 MM,હારીજમાં 23 MM, સમીમાં 7MM,શંખેશ્વરમાં 3 MM વરસાદ વરસ્યો હતો. પાટણ શહેરમાં બન્ને રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. શહેરની કેકે ગલ્સ હાઈસ્કૂલ, સરદાર બાગ, બુકડી સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા

અન્ય સમાચારો પણ છે...