તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:લાંબા વિરામ બાદ પાટણમાં મેઘરાજાનું આગમન, જગતના તાતના ચહેરાઓ ખુશીથી છલકાયા

પાટણએક મહિનો પહેલા
  • વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદ બાદ મેઘરાજાએ જાણે કે પાટણ વાસીઓ સાથે રિસામણા લીધા હોય એમ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે વરસાદ બંધ હોય જેને લઇને ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાક ફેલ જવાની ભીતિ ઉભી થવા પામી હતી. જ્યારે આજે સાંજના સમયે મેઘરાજાનુ આગમન થતા શહેરીજનોએ રાહત અનુભવી છે.

રવીવારને શીતળા સાતમના પવિત્ર દિવસે સમી સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા આવતા અને સુસવાટાભેર પવન સાથે મેઘરાજાએ પાટણ શહેરમાં પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

જગતના તાતના ચહેરાઓ પણ ખીલી ઉઠયા હતા.પા ટણ શહેરમાં ધીમી ધારે શરૂ થયેલા મેઘરાજાને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી. જોકે ઘણા સમયના વિરામબાદ મેઘરાજાના આગમન ને વધાવવા નાના મોટા સૌ કોઈ લોકો વરસાદમાં ભીંજાઇને મેઘરાજાના આગમનને આવકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...