તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:અસહ્ય ઉકળાટ બાદ સાંજે પાટણ, ચાણસ્મા સહિત પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, શહેરમાં ઠેર - ઠેર ઢીંચણ સમા પાણીનો ભરાયા

પાટણ3 મહિનો પહેલા
  • વરસાદ વરસાત ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી
  • મોડી સાંજે પાટણ, ચાણસ્મા અને સિદ્ધપુરમાં વરસાદની શરૂઆત થઈ
  • પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
  • વાહનો બંધ થઈ જતાં લોકો પરેશાન થયા, માર્કેટયાર્ડમાં દિવેલાનો માલ પલળી ગયો

પાટણ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાના આગમનના એંધાણ વચ્ચે શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. શુક્રવારે સાંજે 5થી 8 કલાક સુધી સરસ્વતી તાલુકામાં 89 મીમી, પાટણમાં 59 મીમી અને રાધનપુરમાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદથી રેલવે ગરનાળા સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.પાટણ શહેરમાં દિવસભર ભારે બફારા બાદ સાંજે 5 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો હતો.

સાંજે વરસાદ વરસતા શહેરના ગૌરવ પંથ, રેલવે સ્ટેશન, મામલતદાર કચેરી, ભૌરવ વિસ્તાર, વલીભાઈનું ડેલું જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં 2 મીમીથી લઈ 89 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. સરસ્વતી તાલુકાના ગામડાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના મોરપા ખારેડા ગામે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોને કપાસના જેવા પાક તેમજ સુકા ઘાસ ચારામાં નુકસાન વેઠવું પડશે.

પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી
શહેરમાં તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા કેનાલો અને પાણી ભરાઇ રહેવાના સ્થળોના સાફ-સફાઈ કરવામાં આવી હતી પરંતુ શુક્રવારે રેલ્વે ગરનાળું બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન રોડ જનતા રોડ કે કે ગર્લ્સ હાઇસ્કૂલ મોતીસા દરવાજા તેમજ પારેવા સર્કલ સહિત અન્ય વિસ્તારોમાં પાણી પથરાઈ ગયું હતું શહેરના અંદરના મુખ્ય બજારના માર્ગો પણ લેવલમાં ન હોવાથી ઠેર ઠેર પાણી અટકી પડી ગયું હતું. ઝવેરી બજારમાં દુકાનના ઓટલા સુધી પાણી દોડતું થયું હતું.

પાટણ સહિત ચાણસ્મામાં દિવસ દરમ્યાન ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસાયો
સમી સાંજે વરસાદ આવતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી છે. પાટણ સહિત ચાણસ્મામાં દિવસ દરમ્યાન ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસાયો હતો. તો વરસાદ વરસાત ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો બાળકો એ વરસાદમાં નાહવાની મજા લીધી હતી.

હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને ગરમી પડી રહી હતી. અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ પણ થયું હતું. શુક્રવારે સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને આખા દિવસના ઉકળાટ બાદ ચાર વાગ્યા પછી પાટણ સહિત ચાણસ્મામાં ગાજવીજ અને પવન સાથે પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જગતના તાત એવા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ વરસાદ થતાં હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.

ચોમાસું સારું જશે તેવું કેટલાક વૃદ્ધોએ જણાવ્યું
સિઝનના પ્રથમ વરસાદથી નાના બાળકોમાં પણ વરસાદમાં નહાવાની મજા આવી હતી. હવે સમયસર વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા. વરસાદથી ગામડાઓમાં આણંદની લાગણી છવાઇ છે. તેમાં હવે ચોમાસું સારું જશે તેવું કેટલાક વૃદ્ધોમાં જણાવી રહ્યાં હતા.

રેઇનમીટર
89મીમીસરસ્વતી
70મીમીરાધનપુર
59મીમીપાટણ
12મીમીસમી
7મીમીચાણસ્મા
6મીમીશંખેશ્વર
7મીમીચાણસ્મા
4મીમીસાંતલપુર
3મીમીહારિજ
2મીમીસિદ્ધપુર

ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ
મહેસાણા જિલ્લો : મહેસાણામાં 89 મીમી, જોટાણામાં 69 મીમી, બહુચરાજીમાં 56 મીમી, કડીમાં 14 મીમી, વડનગરમાં 14 મીમી, વિસનગરમાં 10 મીમી અને ઊંઝામાં 3 મીમી
બનાસકાંઠા જિલ્લો : વડગામમાં 74 મીમી, વાવમાં 33 મીમી, અમીરગઢમાં 20 મીમી, દાંતીવાડામાં 14 મીમી, લાખણીમાં 13 મીમી, પાલનપુરમાં 11 મીમી, કાંકરેજમાં 3 મીમી, ધાનેરામાં 2 મીમી અને ડીસામાં 1 મીમી
સાબરકાંઠા જિલ્લો : વડાલીમાં 49 મીમી, વિજયનગરમાં 11 મીમી અને પોશીનામાં 5 મીમી (ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 સુધી)

આજે પણ હળવાથી પોણા ત્રણ ઇંચ સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 2.5 મીમી થી પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. જો કે, અા વરસાદ સાર્વત્રિક નહી રહે. વરસાદ દરમિયાન ભારે પવન સાથે ગાજવીજ થવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે.

પાટણમાં ગત વર્ષે 23 જૂને વરસાદ થયો હતો
પાટણ શહેરમાં ગત વર્ષે જૂન માસમાં શરૂ થયેલ મોન્સૂનમાં સતત 23 દિવસ સુધી પાટણ શહેર સુકુ ભટ્ટ રહેતા શહેરીજનોની ભારે આતુરતા બાદ 23 જૂને રાત્રે મેઘરાજા મહેર કરતા વરસાદ આવ્યો હતો. આ વર્ષે 5 દિવસ વહેલો મેઘમહેર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...