• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Mega Legal Service Camp Organized By District Court In Patan, Disposal Of About 40 Different Operations Of The Government In One Place

કેમ્પ:પાટણમાં જિલ્લા ન્યાયાલય દ્વારા મેગા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન, સરકારની વિવિધ 40 જેટલી કામગીરીઓનું એક જ સ્થળે નિકાલ કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી તારીખ 25 ઓક્ટોબરના રોજ આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે કેમ્પ યોજાશે સરકારની વિવિધ યોજનાઓ, પોસ્ટ બેન્કીંગ, સાયબર ક્રાઇમ, નિઃશુલ્ક કાનુની સહાય જેવી કામગીરીઓનો નિકાલ કરવા પ્રથમવાર આયોજન કરાયું

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ દ્વારા પાન ઇન્ડીયા અવરનેશ એન્ડ આઉટવેઝ પ્રોગ્રામ અંતર્ગત તારીખ 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણમાં જિલ્લા ન્યાયાલય દ્વારા મેગા લીગલ સર્વિસ કેમ્પનું તારીખ 25 ઓકટોબરના રોજ આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું જિલ્લા સમાહર્તા સુપ્રિતસિંહ ગુલાટીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

જિલ્લા ન્યાયાલય દ્વારા આયોજીત આ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ, પોસ્ટ બેન્કીંગ, સાયબર ક્રાઇમ, નિઃશુલ્ક કાનુની સહાય જેવી 40 જેટલી કામગીરીઓનું એક જ સ્થળે નિકાલ કરવા માટેનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ અંગેની માહિતી આપતા જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સેક્રેટરી એમ.આર.ઠકકરે જણાવ્યું હતું કે , આ કેમ્પમાં મત કાનુની સહાય કેમ્પ, મા કાર્ડ , રસીકરણ, ડાયાબીટીસ, બીપી નિદાન કેમ્પ, દિવ્યાંગ પ્રમાણપત્ર, આધારકાર્ડ, રાશનકાર્ડમાં નામ દાખલ કરવા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓની કામગીરીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટ બેન્કીંગ, સાયબરક્રાઇમ અને નામદાર કોર્ટની નિઃશુલ્ક કાનુની સહાયનો પણ કેમ્પ યોજવામાં આવશે. જેમાં સહાય મળવાપાત્ર વ્યક્તિઓની કામગીરીનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.

જિલ્લામથક પાટણ ખાતે યોજાનારા આ મેઘા લીગલ સર્વિસ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઇ સરકારની યોજનાઓ સહિત અન્ય સરકારી કામો અને કોર્ટને લગતી વિવિધ ફરીયાદોના નિકાલ લાવે તેમ જિલ્લા કાનુની સત્તામંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...