તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ધારપુર સિવિલના તબીબી શિક્ષકોની હડતાળ, છાત્રોને ઓનલાઇન શિક્ષણકાર્ય બંધ રાખ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગોનો ઉકેલ નહીં આવે તો કોવિડ કામગીરી બંધ કરવાની ચીમકી

ધારપુર સિવિલ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો પડતર માંગણીઓને લઇ આંદોલન શરૂ કર્યું છે.મંગળવારે શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણકાર્ય બંધ રાખી હડતાળ પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સરકાર દ્વારા માંગણીઓ નહીં સ્વીકારે તો હાલમાં કોવિડ હોસ્પિટલમાં તેમના દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી પણ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્યમાં જી.એમ.ઈ.આર.એસ એસોસિએશનના નેજા હેઠળ ધારપુરમાં છેલ્લા 7 દિવસથી તબીબી શિક્ષકો સરકાર સમક્ષ પડતર માંગણીઓને આંદોલન શરૂ કર્યું છે.સરકાર વિવિધ કાર્યક્રમો છતાં માંગણીઓ અંગે કોઈ નિર્ણય ન લેતા મંગળવારે ધારપુર સિવિલ બહાર 74 જેટલા તબીબી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરી કોવિડ કામગીરી સિવાયની તમામ કામગીરીથી અળગા રહી હડતાળ પર ઉતર્યા હતા.

ડૉ.વસંતભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો હોસ્પિટલમાં કોવિડના દર્દીઓના ટેસ્ટિંગ અને તબીબી ડોક્ટર મેડિકલ સેવાઓ જે અમે કરી રહ્યા છીએ એ પણ બંધ કરીશું.

અન્ય સમાચારો પણ છે...