તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાલ સમેટાઇ:પાટણ ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકોએ હડતાલ સમેટી, માંગ સંતોષવા ગૃહ રાજ્ય મંત્રીએ હૈયાધારણા આપી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારથી તબીબી શિક્ષકો રાબેતા મુજબ કામગીરી કરશે
  • મુળભૂત 8 હકો સાંભળી તેના નિરાકરણની તૈયારી બતાવતા હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરાયો

જીએમઈઆરએસ ફેકલ્ટી એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઇને છેલ્લા એક સપ્તાહથી સરકાર સામે મોરચો માંડી આંદોલન છેડવામાં આવ્યું હતું. જેના પગલે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી શિક્ષકો દ્વારા આંદોલનને સમર્થન આપી છેલ્લા એક સપ્તાહથી સરકાર વિરોધ વિવિધ કાર્યક્રમો આપી પોતાની પડતર માંગણીઓ સંતોષવા માંગ કરવામાં આવી હતી. જેમાં પાટણ ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકોએ હડતાલ સમેટી છે. જેમાં માંગ સંતોષવા ગૃહ રાજ્ય મંત્રીએ હૈયાધારણા આપી છે.

એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી

છેલ્લા બે દિવસથી તબીબી શિક્ષકો દ્વારા દર્દીઓને સારવાર પણ બંધ કરીને સરકાર વિરુદ્ધ પોતાની પડતર માંગણીઓ સંતોષાય માટે ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને શુક્રવારના રોજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ સંકુલ ખાતે જી.એમ.ઇ.આર.એસ ફેકલ્ટી એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી.

શનિવારથી તબીબી શિક્ષકો રાબેતા મુજબ કામગીરી કરશે

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જી.એમ.ઇ.આર.એસ ફેકલ્ટી એસોસિએશનના મુળભૂત 8 હકો સાંભળી તેના નિરાકરણની હૈયાધારણા આપતાં ફેકલ્ટી એસોસિએશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ચાલતી સરકાર વિરુદ્ધની હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરાયો છે. જેને લઇને શનિવારથી પાટણ ધારપુર હોસ્પિટલનાં તબીબી શિક્ષકો પણ રાબેતા મુજબ પોતાની કામગીરી બજાવશે તેવું ફેકલ્ટીના સીએચઓ ગોવિંદભાઈએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...