તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોષ:ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકો અને ડોક્ટરોએ બેનરો સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

પાટણ2 મહિનો પહેલા
  • 74 જેટલા તબીબી શિક્ષકોએ વિવિધ બેનરો સાથે રેલી કાઢી

ધારપુર GMERS હોસ્પિટલના તબીબી શિક્ષકોને પોતાના હક મેળવવા છેલ્લા પાંચ દિવસથી વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે આજે સોમવારે ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં 74 જેટલા તબીબી શિક્ષકોએ વિવિધ બેનરો સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સાતમા પગાર પંચ સહિત પડતર માંગણીઓ પુરી કરવા માંગ કરી

પાટણના ધારપુરમાં આવેલી GMERS હોસ્પિટલના તબીબી શિક્ષકો પોતાના હક અને પડતર માંગણીઓને લઈને સોમવારે ધારપુર કેમ્પમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢી છે. જેમાં કેમ્પસમાં સુત્રોચ્ચાર કરી સાતમા પગાર પંચ સહિત પડતર માંગણીઓ પુરી કરવા માંગ કરી હતી. જેમાં વર્ગ 1અને 2ના 74 જેટલા તબીબી શિક્ષકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...