ધોધમાર વરસાદ:પાટણમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે મેધરાજાની ધમાકેદાર બેટિંગ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર સમગ્ર જિલ્લામાં ઘણા સમયના વિરામ બાદ હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી વરસાદ માહોલ જમ્યો છે. ત્યારે શનિવારે બપોરે આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયાં હતા અને જોત જોતામાં ગાજવીજ સાથે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં અસહ્ય ગરમીનો અહેસાસ કરતાં નગરજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વિજળીના કડાકાભડાકા સાથે મુશળધાર મેધ મહેર થતાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સાથે સાથે માર્ગો પર વરસાદી પાણીના વહેણ વહેતાં થયાં હતાં. ઘણા સમયના વિરામ બાદ અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહેલા નગરજનોએ મેધરાજાની ધમાકેદાર પુનઃ પધરામણી થતાં વરસાદમાં નહાવાની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...