મન્ડે પોઝિટિવ:પગે ફ્રેકચર છતાં ખેતમજૂરની દીકરી માયા દોડ પૂરી કરી PSI બની, રાજ્યમાં 49મા નંબરે પાસ થઇ

પાટણ2 મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
દેસાઈ માયાભાઇ વેરશીભાઈ સાથે તેના મા અને બાપની ફાઇલ તસવીર છે. - Divya Bhaskar
દેસાઈ માયાભાઇ વેરશીભાઈ સાથે તેના મા અને બાપની ફાઇલ તસવીર છે.
  • કાંકરેજ તાલુકાના નાનકડા અધગામના સામાન્ય ખેત મજૂરની દીકરી પાટણમાં રહી પોલીસ બનવાની તૈયારી કરતી હતી
  • પગે ફ્રેક્ચર થતાં પાંચ ડોક્ટરોએ કહ્યું તું દોડીશ તો જોખમ છે છતાં પેઇન કિલરની ત્રણ ગોળી ગળી ગ્રાઉન્ડમાં દોડ પૂરી કરી

કિસ્સો પાટણમાં તૈયારીઓ કરતી 24 વર્ષની માયાનો છે.જેને સૌ લોકો સહિત ડૉકટરોએ પણ પોલીસની ભરતીમાં પ્રથમ પ્રયાસમાં દોડમાં પગે ફ્રેકચર થતા દોડી શકવું મુશ્કેલ હોય પોલીસ બનવાનું સ્વપ્ન છોડી દેવાની સલાહ આપી પરંતુ પોતાનું અધૂરું સ્વપ્નું પૂર્ણ કરવા તેને દોઢ વર્ષ પ્રસંગો અને ઘર છોડી ફ્કત પાંચ કલાક ઊંઘ લઈ અન્ય સમય તૈયારીમાં સમર્પિત કર્યો અનેક અડચણો પાર કરી પીએસઆઇ બનવાની સંઘર્ષ ફરી સફર પૂર્ણ કરી સ્ત્રી શકિતનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

માયાને પગે ફ્રેક્ચર થતાં 8 મહિના સુધી ખાટલામાં રહેવું પડ્યું હત
માયાને પગે ફ્રેક્ચર થતાં 8 મહિના સુધી ખાટલામાં રહેવું પડ્યું હત

કાંકરેજના નાનકડા અધગામના સામાન્ય ખેત મજૂર દેસાઈ વેરશીભાઈની દીકરી માયા પોલીસ બનવાના અભરખા સાથે પાટણમાં રહીને તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ 2019 માં પ્રથમ પ્રયાસમાં જ પોલીસની દોડમાં પગે ફ્રેકચર થતા 8 મહિનાનો ખાટલો આવ્યો. વેદનાઓ બાદ ફરી જોશ સાથે 2021 માં પીએસઆઇ બનવાના સપના સાકાર કરવા સંઘર્ષ સાથે તૈયારીઓ શરૂ કરી પરંતુ દોડની પરીક્ષા પૂર્વે જ તેના પગે થયેલા ફ્રેકચરને લઈ અતિશય વેદના થતા ડોક્ટર તપાસ કરતા અલગ અલગ પાંચ ડૉકટર ના અભિપ્રાય લેતાં સૌ તેને પગે ફ્રેકચર હોય દોડી શકે તેમ ના હોય દોડ લગાવવા માટે ના પાડી દીધી હતી.

માયાના પગના એકસરેના ફોટા અને પગે બાંધેલો પાટાની ફાઇલ તસવીર
માયાના પગના એકસરેના ફોટા અને પગે બાંધેલો પાટાની ફાઇલ તસવીર

છતાં માયા હિંમત હાર્યા વગર 1600 મીટરની દોડ પૂરી કરવા માટે વહેલી સવાર અને સાંજ ગ્રાઉન્ડમાં મહેનત કરવા લાગી હતી. શરૂઆતમાં લાંબો સમય છતાં દોડ પૂર્ણ ના થતા અંતે સંઘર્ષ અને મહેનત રંગ લાવી તાજેતરમાં યોજાયેલ PSI રનિંગ પરીક્ષામાં ગ્રાઉન્ડમાં 8.7 સેકન્ડમાં જ દોડ પૂર્ણ કરી પાસ કરી હતી. પરીક્ષામાં મેઇન્સ્માં 400 માંથી 285.50 ગુણ મેળવી અંતે પોલીસ વિભાગે જાહેર કરેલી મેરીટ યાદીમાં રાજ્યમાં 49 મા નંબરે PSI માં પાસ થઈને પોતાની સિદ્ધિ મેળવી લીધી છે. ત્યારે પરિવારમાં માતા પિતા પ્રથમ દીકરી વર્ધી પહેરવા માટે લાયક બનતા ગર્વ અનુભવી રહ્યા છે.

પુત્રીએ PSI બની બધાના મ્હેણાં ભાગ્યા: માતા, લાભુબેન
માયાની માતા લાભુબેન દીકરી પીએસઆઇ બનતા ભાવવિભોર બનીને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મારી દીકરી પીએસઆઇ ની તૈયારીઓ કરતી હતી ત્યારે સૌ લોકો મને કહેતા પૈસાવાળા ની દીકરીઓ જ મોટી નોકરીઓ લે તમારી દીકરી પીએસઆઇ નહીં બને છતાં મને મારી દીકરી ની મહેનત અને ઈશ્વર પર વિશ્વાસ હતો. આજે તેને પોતાની મહેનત નું પરિણામ મળ્યું છે. અમારા પરિવારમાં પહેલી દીકરી પોલીસ બની છે. મારુ મારી દીકરીને એટલી જ શિખામણ છે કે જે પરિસ્થિતિમાંથી આપણે આગળ આવ્યા છીએ કે ક્યારે ભૂલતી નહીં અને ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની સેવા સાથે સુરક્ષા કરજે એજ મારી આશા છે.

પરીક્ષા પૂર્વે ડેન્ગ્યુ , પગે દુઃખાવો સૌ એ કહ્યું નહીં દોડી શકે મે કોઈનું ના સાંભળ્યું: માયા
માયાએ જણાવ્યું કે પહેલા બહેનપણીઓ સાથે કોન્સ્ટેબલની તૈયારીઓ શરૂ કરી.જેમાં દોડમાં પગે ફ્રેક્ચર થતા હું નાપાસ થઈ. મારી સાથે તૈયારીઓ કરતી બહેનપણીઓ પાસ થતાં હું નાસીપાસ થઈ. લોકોએ મને કહ્યું તું પોલીસ નહીં બની શકે પછી નક્કી કર્યું કે હવે કોન્સ્ટેબલ નહીં પરંતુ PSI બનીશ. હું પાટણ થી ગાંધીનગર તૈયારીઓ માટે ગઈ. દોઢ વર્ષ સુધી હું કોઈ પ્રસંગમાં ના ગઈ નહી ફક્ત પાંચ કલાક ઊંઘ બાદ તૈયારીઓમાં લાગી ગઈ. PSI ની પરીક્ષાના 15 દિવસ પહેલા જ ડેન્ગ્યૂ થયો હોસ્પિટલમાં દાખલ કરવી પડી.બીજી તરફ પગે દુખાવો બંનેની સારવાર ચાલુ હતી.દોડ પરીક્ષાના અગાઉ દિવસે એક ઇન્જેક્શન લીધું હતું.વહેલી સવારે અસહ્ય પીડા હોય ત્રણ ગોળીઓ ગળીને ગ્રાઉન્ડમાં દોડી ને દોડ પાસ કરી જે કહેતા હતા કે તુ દોડી નહિ શકે તે સૌ ડોક્ટર અને લોકોને ખોટા પાડી દીધા. સફળ થઈને એટલું જ કહીશ કે મહેનત અને સંઘર્ષ એકલવ્ય ની માફક એકાગ્રતા સાથે લક્ષ સાંધો તો અવશ્ય મળે છે.પછી પરિસ્થિતિ ગમે તેવી વિપરીત કેમ ના હોય.

અન્ય સમાચારો પણ છે...