સાંતલપુર તાલુકાના ઝઝામ ગામમાં શનિવારના રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા. એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ.1,90 ની મત્તા ચોરી કરી પલાયન થઈ જતાં સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઝઝામમાં રામેશ્વર ગામડીમાં ઘર ધરાવતા ખેડૂત ચમનજી ચાંદાજી ઠાકોર છેલ્લા 4 માસથી પરિવાર સાથે ખેતરમાં રહે છે.અને સવાર સાંજ ખેતરમાં ટોર્ચની જરૂરિયાત હોઈ ટોર્ચ ચાર્જિંગ કરવા માટે ગામમાં આવેલા ઘરે આવે છે ત્યારે શનિવારે ગામમાં રહેલ મકાનની બાજુ રહેતાં પાડોશી શાંતાબેને ખુલ્લું જોતા ખેડૂતને જાણ કરી હતી.
ચમનજી પરિવાર સાથે આવી મકાનમાં તપાસ કરતા ઘરનો સરસમાન વેરવિખેલ પડ્યો હતો તેમજ તિજોરી પણ ખુલ્લી જોતાં તપાસ કરતાં તિજોરીમાંથી ચાંદીના કડલા,ચાંદીની ચુડીઓ, સોનાની બુટ્ટી, સોનાની ચૂંક, 2 સોનાની નથળી, દીકરીના દાગીના કાબીયા, ચાંદીના તોડા,ચાંદી ચુડીઓ, સોનાની બુટ્ટીઓ, સોનાનું કડું, ચાંદીનું મંગળસૂત્ર, સોનાનું ફૂલ, રોકડ મળી રૂ.1,90,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.