ચોરી:પાટણના મેમદપુરમાં ગોગા મહારાજના મંદિરમાંથી 2.12 લાખની મત્તા ચોરાઈ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો ચાંદીની મૂર્તિ, સોના ચાંદીના છત્તરો દાનપેટીની રોકડ ચોરી ગયા

પાટણ તાલુકાના મેમદપુર ગામે દસેક દિવસ અગાઉ ગોગા મહારાજના મંદિરને તસ્કરો નિશાન બનાવીને ચાંદીની મૂર્તિ તથા નાના-મોટા સોના ચાંદીના છત્તરો તથા દાનપેટીની રોકડ રકમ મળી કુલ 212700ની ચોરી કરી ગયા હતા. અા અંગે પુજારીઅે પાટણ તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

મેમદપુર ગામે રબારીના મહોલ્લામાં ગોગા મહારાજના મંદિરમાં અખંડ દીવો પ્રગટતો હોય 24/02/2023ના રોજ રાત્રી સાડા બારેક વાગે પુજારી ઇશ્વરભાઇ માધાભાઇ દેસાઇ દિવામાં ઘી પુરી મંદિરના દરવાજાને તાળું મારી ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પુજારી ગોગા મહારાજના મંદિરમાં અખંડ દીવામાં ઘી પુરવા જતાં મંદિરના દરવાજાનું તાળું તૂટેલું જોઈ બૂમાબૂમ કરીને લોકોને બોલાવ્યા હતા.

મંદિરમાંથી ગોગા મહારાજની 50 ગ્રામની ચાંદીની 2 મૂર્તિ રૂ.2700, ચાંદીના 1.50 કિલોના નાના-મોટા 40 છત્તર રૂ.81,000 તથા 2 તોલાના સોનાના 3 છત્તર રૂ.1,04,000 તથા મંદિરની દાનપેટીમાં આશરે રૂ 25,000 રોકડ સહિત કુલ 212700ની ચોરી થઈ હતી. અા અંગે ઇશ્વરભાઇ પુંજાભાઇ દેસાઇઅે ગોગા મહારાજ ઉપર પુરી શ્રદ્ધા હોય આ ચોર મળી જશે તેમ વિચારી ફરિયાદ આપી ન હતી. લેટ થયા હતા. પાટણ તાલુકા મથકે બે મંદિરમાં રૂ.231600ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅાઇ બી.અેફ.ચૌધરી હાથ ધરવામાં આવી હતી.

જોગણી માતાના મંદિરમાંથી 2 છત્તર ચોરાયા
મેમદપુર ગામમાં હરિજન મહોલ્લામાં આવેલ જોગણી માતાજીના મંદિરમાં એક નાનુ તથા એક મોટુ ચાંદીનુ છત્તર કિ.રૂ.18900ની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...