શ્રદ્ધા:ભીલવણમાં 60 વર્ષ જૂના જમીન લેણ દેણના ધાર્મિક વિવાદમાં માતાજીની સાક્ષીએ નિવેડો

કાતરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભીલવણમાં ધાર્મિક વિવાદનો માતાજીની સાક્ષીએ અંત. - Divya Bhaskar
ભીલવણમાં ધાર્મિક વિવાદનો માતાજીની સાક્ષીએ અંત.
  • ઠાકોર અને પ્રજાપતિ પરિવાર વચ્ચે શ્રદ્ધા પૂર્વક સમાધાન કરવામાં આવ્યું

સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે વર્ષો પહેલાં થયેલા જમીન લેણ દેણ અંગેના વિવાદમાં ઠાકોર અને પ્રજાપતિ પરિવારો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેહર માતાજી મંદિર ખાતે વેણ (ટેક)થી શ્રદ્ધાપૂર્વક નિવેડો લાવવામાં આવ્યો હતો. વાજતે ગાજતે ઢોલ, ડાકલા સાથે સામૈયુ કરી ઠાકોર વાસથી પ્રજાપતિ વાસ માતાજીના મંદિરે માતાજી વધાવી લીધા હતા. 60 વર્ષ પહેલા ઠાકોર પરિવારના સભ્યોને જમીન બાબતે ગામના પ્રજાપતિ પરિવાર સાથે ઝગડો થયો હતો. જેમાં પ્રજાપતિ અંબારામભાઈએ માતાજી ઝગડાનો ન્યાય લાવશે તેવી અરજ રાખી હતી.

તેના પછી આ વર્ષો જુનું દેવ દુઃખ હોવાનું ઠાકોર પરિવારના ધ્યાને આવતાં તેઓએ ચેહર ભવાનીના સેવક પ્રજાપતિ ચમનભાઈ અંબારામભાઈનો સંપર્ક કરતાં મંગળવારે રાત્રે બંને પક્ષો માતાજી મંદિરમાં હાજર રહી બેઠક કરી હતી. જેમાં જમીનનું માત (લેણદેણ) મૂકતાં તેમાંથી ધર્માદા, કુવાસીઓ, પક્ષીઓ, ગાયોનો દાન પૂણ્ય સાથે માતાજીને આબરૂ આપી હતી. આ સાથે પ્રજાપતિ અને ઠાકોર પરિવારો વચ્ચેના ધાર્મિક વિવાદનો વર્ષો પછી અંત આવ્યો હતો. આ પ્રસંગે વાગડોદ પોલીસમાં જાણ કરતાં પોલીસ દ્વારા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...