તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:નર્સિંગના છાત્રોએ ગુગલમાંથી પ્રશ્નોના જવાબ શોધતાં 16 સામે માસ કોપી કેસ

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુનિવર્સિટી દ્વારા સાબરકાંઠાના પ્રાંતિજનું પરીક્ષા સેન્ટર રદ્દ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષા દરમ્યાન સાબરકાંઠાના પ્રાંતિજ પરીક્ષા સેન્ટરમાં નર્સિંગના અભ્યાસક્રમના છાત્રોની પરીક્ષા લેવામાં આવી હતી. તે છાત્રોની ઉતરવહીઓનું પધ્યાપકો દ્વારા એસેસમેન્ટ કરવા દરમ્યાન કેટલાક છાત્રોના એક સમાન જ પ્રશ્નોના જવાબ જોવા મળતા પદ્યાપકો દ્વારા ચકાસણી કરતા સેન્ટરોમાં ગેરરીતિ થઇ હોવાનું અનુમાન કરી તપાસતા છાત્રોએ ગુગલમાંથી પ્રશ્નોના જવાબ શોધી બેઠી કોપી મારી હોવાનું બહાર આવતા પરીક્ષા વિભાગને ધ્યાન દોર્યું હતું અને પરીક્ષા વિભાગ દ્વારા 16 વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ નોંધી કાર્યવાહી કરવા માટે પરીક્ષા શુદ્ધીકરણ સમિતિમાં મોકલ્યો હતો.

ત્યારે થોડા દિવસ અગાઉ સમિતિની બેઠક મળી હતી. જેમાં ચેરમેન સહિતના સભ્યો દ્વારા માસ કોપી કેસ મામલે છાત્રો અને સેન્ટરના સંચાલકને બોલાવી આક્ષેપો મામલે બચાવ પક્ષ રજૂ કરવા પૂછપરછ કરતા સેન્ટરના સંચાલક દ્વારા યોગ્ય ખુલાશો ન આપતા છાત્રોના ભવિષ્યને જોતા પરીક્ષા સેન્ટરને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો