આરતી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રસાયણ વિભાગમાં ગણપતિ દાદાની સામુહિક આરતી કરવામાં આવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરતી સાથે ગણપતિ દાદાની દિવડા પ્રગટાવીને સુંદર રંગોળી કરવામાં આવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસથી ભક્તો દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને ગણપતિ દાદાની મૂર્તિઓ પોતાના નિવાસસ્થાને લાવી તેમની દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેના રસાયણ વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ લાવી તેમનું સ્થાપન કરવામાં આવ્યુ છે અને રોજ ભક્તિભાવ પૂર્વક વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

સોમવારના રોજ રસાયણ વિભાગમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની સામૂહિક આરતી ઉતારવામાં આવી હતી અને ગણપતિ દાદાની દિવડા પ્રગટાવીને સુંદર રંગોળી કરવામાં આવી હતી.

આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો .જે જે વોરા, રજીસ્ટાર ડો .ધર્મેન્દ્રભાઈ પટેલ, રસાયણ વિભાગના અધ્યક્ષ સંગીતાબેન શર્મા, પ્રો.ડો. કોકીલાબેન પરમાર અને ક્લાર્ક નેહા બેન પટેલ વગેરે સ્ટાફના માણસો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ દાદાની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...