માસ્ક વિતરણ:પાટણ જિલ્લામાં 6થી 8 ધોરણના બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી માસ્ક વિતરણ શરૂ કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 હજાર માસ્ક વિતરણની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ કરાવી

કોરોના મહામારીમાં શિક્ષણ કાર્ય સતત ધબકતું રહે તે માટે સરકારએ પણ કોરોનાની ગાઈડલાઈન પાલન કરી ધોરણ 6થી 8 માટે શિક્ષણકાર્ય શરૂ કર્યું. ત્યારે વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા સ્વૈચ્છિક સંસ્થાઓનો મહત્વનો ફાળો રહેલો છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ પાટણ જિલ્લામાં અગાઉ 7000 જેટલી રાસન કીટ 1 લાખ 80 હજાર જેટલા માસ્ક અને અંદાજિત 40 હજાર જેટલા સેનેટાઇઝરનું વિતરણ કરી કોરોના મારી સામે લડતમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે.

શાળાઓ શરૂ થઈ છે ત્યારે આજરોજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લાના બાળકો માટે 50 હજાર જેટલા માસ્ક વિતરણનું આયોજન કરી આજરોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના વરદ હસ્તે તાલુકા શિક્ષણ અધિકારીઓ અને શાળાના આચાર્યઓ તેમજ આઇસીડીએસ વિભાગને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલ માસ્ક બાળકો સુધી પહોંચાડવા માટે વિતરણ કરવામાં આવ્યા હતા.

આ તબક્કે તેઓએ શિક્ષણ વિભાગ અને શિક્ષકોનો આભાર માનતા જણાવ્યું હતું કે, રસીકરણમાં શિક્ષકોનો મહત્વનો ફાળો રહેલો છે, ત્યારે હવે પછી બાકી રસીકરણમાં પણ આ જ પ્રકારે પોતાનો સિંહફાળો આપી પાટણ જિલ્લામાં સો ટકા રસીકરણમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. તેઓએ શાળાઓમાં બાળકો દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું, તથા ફરજિયાત માસ્ક પહેરવું જેવી બાબતો પર ભાર મૂક્યો હતો.

આ તબક્કે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આંગણવાડીના બાળકો માટે મળેલા માસ્ક પ્રોગ્રામ ઓફીસર ગૌરીબેન સોલંકી તથા આઈ સી ડી એસ ટીમને માનનીય જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી બીપીનભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારીઓ શાળાના આચાર્યઓ બીઆરસી સીઆરસી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે શિક્ષણ વિભાગ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...