નોંધણી શાખાનો સર્વે:કોરોનાની સંક્રમણ મંદ પડતાં પાટણમાં લગ્ન નોંધણીમાં વધારો, મૃત્યુદરમાં ઘટાડો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારીના કારણે 2021માં પાટણ શહેરમાં મૃત્યુદરમાં 30% વધારો નોંધાયો હતો

પાટણ નગરપાલિકાની જન્મ મરણ નોંધણી શાખામાં ગત વર્ષે કોરોનાના કારણે શહેરમાં મૃત્યુ દરમાં વધારો થયો થયો હતો. જોકે, કોરોનાની સંક્રમણ મંદ પડતાં શહેરમાં લગ્નસરાની સિઝન પુર બહારમાં ખુલતા ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે લગ્ન નોંધણીમાં વધારો થયો છે.

પાટણ નગરપાલિકાના જન્મ મરણ નોંધણી કચેરીના અધિકારી દિનેશભાઈ પટેલે 2021માં જન્મ,મરણ અને લગ્નની નોંધણી બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2021 મા કોરોના ને કારણે પાટણ શહેરમાં મૃત્યુ દરમાં ગત વર્ષ કરતા 30% જેટલો વધારો થયો છે.

વષૅ 2021ના જાન્યુઆરી માસથી ડિસેમ્બર માસના અંત સુધીમાં કુલ મૃત્યુ નોંધણી 2187ની થવા પામી છે. તો તેની સામે જન્મ નોંધણી 9121ની થવા પામી છે. જ્યારે વષૅ 2021 અંત સુધીમાં કુલ 749 લોકો એ પોતાના લગ્ન ની નોંધણી કરાવી છે. વર્ષ 2021માં કોરોનાની મહામારીનાં કારણે થયેલ મૃત્યુ દર કરતાં ચાલુ વષૅ 2022માં મૃત્યુ દર ઘટવાની સાથે ચાલું વર્ષે લગ્ન સરાની સિઝન પુર બહારમાં ખીલી ઉઠેલી હોય લગ્ન નોંધણી વધવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી હતી.

વધુંમાં તેઓએ જણાવ્યું હતુ કે, પાટણ નગરપાલિકામાં જન્મ મરણ નોંધણી કચેરી ખાતે છેલ્લા પાંચ વર્ષમાં જન્મ મરણનાં દાખલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરેલું હોય તેવા લોકોને ફક્ત દસ મિનિટમાં કાઠી આપવામાં આવે છે.તો હોસ્પિટલમાં જન્મેલ બાળકના જન્મ મરણની નોંધણી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કરાવવાની હોય છે.

સમયસર લોકોએ જાગૃત બની પોતાના પરિવારમાં બાળકના જન્મ દરની નોંધણી તેમજ મૃત્યુ દરની નોંધણી સમય મયૉદામાં કરાવવી જોઇએ જો સમય મર્યાદામાં જન્મ અને મૃત્યુની નોંધણી ન કરાવી હોય તેવા લોકો ને જન્મ અને મૃત્યુ ના દાખલા માટે કોટૅ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડતી હોય છે. જેમાં સમયના વ્યવ સાથે ખર્ચ પણ થતો હોય છે, ત્યારે લોકોએ જાતે જ જાગૃત બની સમયસર જન્મ મરણની નોંધ કરાવવી હિતાવહ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...