તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સામે મોરચો:સાત વર્ષથી ધક્કા ખાતા કુણઘેરના અરજદારનો બાવાના વેશમાં પાટણ કલેક્ટર કચેરીમાં દેખાવ, મણીલાલ ઠક્કરે તંત્ર સામે મોરચો માંડ્યો

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાવાના વેશમાં અરજદારે કલેક્ટર કચેરીએ દેખાવ કર્યા. - Divya Bhaskar
બાવાના વેશમાં અરજદારે કલેક્ટર કચેરીએ દેખાવ કર્યા.
  • જમીનની નોંધમાં ઠક્કરને બદલે ઠાકોર લખાઈ ગયું, મામલતદારથી કલેક્ટર સુધી ન્યાય માટે લડ્યા

પાટણમાં ગુરૂવારે કલેકટર કચેરીમાં ઠક્કર મણિલાલ નામના અરજદાર ભગવા કપડા પર હું સાધુ નથી, મહેસુલી અધિકારીઓના ત્રાસથી બાવો બન્યો છું તેવા લખાણ સાથેની કોટી પહેરી અને હાથમાં લાકડી પર મહેસુલી વિભાગને કરેલ અઢળક અરજીઓની નકલ લટકાવીને ફરતા કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અરજદાર દ્વારા છેલ્લા સાત વર્ષથી તેની 11 વીઘા જમીનમાં ખોટી નોંધણી થઇ હોવાના પ્રશ્ન મામલે અનેક અપીલો અને રજુઆત અને કાગળો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતું હોઈ મહેસુલી અધિકારીઓ દ્વારા ખોટી કાર્યવાહી કરી જમીન વિહોણો બનાવ્યાની રાવ કરતો જોવા મળ્યો હતો.

મણીલાલ ખેડૂતમાંથી બાવો બની ગયા
અરજદાર મણીલાલે જણાવ્યું હતું કે કુણઘેર ગામે મારા પિતાની જમીન હતી. 2013માં ભાઈઓના ભાગ પાડ્યા બાદ વેચાણ કરતા તેની નોંધમાં ઠક્કરના બદલે અધિકારીઓની ભૂલથી ઠાકોર લખાઈ જતા નોંધ સુધારવા માટેની અપીલ કરી હતી. પરંતુ અધિકારીઓએ ખોટી રીતે નોંધમાં લખાણ કરી નોંધ ના મંજૂર કરી હતી. આ બાબતે અનેક કચેરીઓમાં ધક્કા ખાધા બાદ આજદિન સુધી મને ન્યાય મળ્યો નથી.હું અધિકારીઓના ત્રાસથી જમીન વિહોણો બનતા દેવાદાર બની જતા બે વર્ષથી બાવો થઇ ગયો છું.મારી પાસે જમીન સિવાય અન્ય મિલ્કત ન હોઈ એક જ માંગણી છે કે જે ખોટી નોંધ પડી છે તે સુધારી સાચી નોંધ કરવામાં આવે તો મારી જમીન મારી થાય નહીં તો હું ભિખારી થઇ જઈશ.

અન્ય સમાચારો પણ છે...