પાટણ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા ગૌશાળા ઓને સરકાર કાયમી સબસીડી નહીં આપે તો ગોશાળાની ચાવી સરકાર ને આપી દેવાની ચીમકી આપી હતી. તો સરકાર માંગ નહીં સંતોષે તો આશ્રય લઈ રહેલા પશુઓ ને કલેક્ટર કચેરી માં છોડી દેવામાં આવશે તેવી ચીમકી આવેદનપત્ર આપવા માટે આવેલ પાંજરાપુરના ટ્રસ્ટી ધીરુભાઈ શાહએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી,
પાટણ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો કલેકટર કચેરીમાં પી આર ઓ ને ગૌશાળા અને પાંજરાપોળ ને કાયમી સહાય સબસીડી બજેટમાં ફાળવવા રજૂઆત કરી હતી.
પાટણ જિલ્લાના પાંજરાપોળ સંઘ દ્વારા ગૌશાળા સંચાલકો જિલ્લા કલેક્ટર કચેરી માં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી જેમાં ગુજરાતમાં 1800 જેટલી ગૌશાળાઓ પાંજરાપોળો આવેલી છે અને તેમાં 4.5 લાખ કરતા વધુ ગૌવંશ સહિતના જીવો આશ્રતી છે જેમાં પ્રતિ પશુ પ્રતિદિન 70 થી વધુ ખર્ચ થાય રહ્યો છે અને આ તમામ ગૌવંશના સહિતના જીવો ખેડૂતોના બિન ઉપયોગી સરકાર અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા મુકવામાં આવેલ છે. અને આ પશુધન પાસેથી ઉત્પાદન મેળવી શકાતું નથી જેથી આ સંસ્થાઓ ફક્ત દાન પર જ નિર્ભર છે
છેલ્લા 5 વર્ષમાં સંસ્થાઓ અલગ-અલગ આર્થિક મુસીબતનો સામનો કરી રહી છે જેમાં પહેલા દુષ્કાળ ત્યારબાદ કોરોનામાં દાનની આવક બંધ થઈ ગઈ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ઘાસચારાને ભારે તંગીના કારણે ખર્ચમાં વધારો થતાં સંસ્થાઓ આર્થિક ભીડમાં આવી ગઈ અને વખતોવખત સરકારમાં રજૂઆત કરતા સરકાર જે તે સમયે આંશિક સહાય કરેલ જેથી સંસ્થાઓ ચલાવવું બન્યું હતું.
વર્તમાનમાં સંસ્થાઓમાં દાનની આવક નહિવત્ છે તો ખર્ચમાં મોટો વધારો થઈ રહ્યો છે જેના કારણે સંસ્થાઓ દેવું કરી મહા મુસીબત સંસ્થાઓ ચલાવી રહ્યા છે જોકે સરકાર તરફથી યોગ્ય સહાય ન મળે તો આ સંસ્થાઓ આશ્રિત પશુઓનાં જીવન બચાવવા માટે મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે
આ જીવોનું નિભાવ કરવા માટે સરકાર યોગ્ય સહાય આપે તો જ આ પશુધનની નિભાવી શકાય તેમ છે જેથી અમો આપને વિનંતી કરીએ છીએ કે આ રજૂઆતને સરકાર સુધી પહોંચાડી ગૌશાળા પાંજરાપોળ અને કાયમી સાહાય બાબતે બજેટમાં સામેલ થાય તે માટે યોગ્ય કરશો .
સરકાર તાત્કાલિક આ વિષય પર ગંભીરતા દાખવી અમારી આ રજૂઆતને અગ્રતા આપે તેવી અરજ છે જેવું આવેદનપત્ર આપી જિલ્લા કલેકટરના પીઆરઓને રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.