તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Managers In Patan Have Submitted An Application At The Provincial Office To Start A Gym Which Has Been Closed For The Last Two Months.

રજૂઆત:છેલ્લા બે મહિનાથી બંધ પડેલાં જીમને શરૂ કરવા પાટણમાં સંચાલકોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઇડલાઇન મુજબ આંશિક નિયંત્રણો સાથે પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ

પાટણ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યા બાદ આંશિક નિયંત્રણો વચ્ચે સરકાર દ્વારા અનેકવિધ ધંધા રોજગારની આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે પાટણ શહેરમાં આવેલા ફીટનેશ જીમ વ્યવસાયને પણ સરકારની ગાઇડલાઇન મુજબ આંશિક નિયંત્રણો સાથે પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે પાટણના જીમ સંચાલકોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરી છે .

વૈશ્વિકકોરોના મહામારીમાં સંક્રમણને નિયંત્રિત કરવા સરકાર દ્વારા બે તબક્કામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ તબકકાના લોકડાઉનમાં પાંચ મહિના સુધી અન્ય ધંધા રોજગારોને આંશિક નિયંત્રણો વચ્ચે ચાલુ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ સમયગાળામાં સિનેમા ગૃહો, ફીટનેશ જીમ અને હોટલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે બીજી લહેરમાં પણ છેલ્લા બે માસથી આ તમામ વ્યવસાયો હજુ પણ ચાલુ કરવામાં આવ્યા નથી. ત્યારે સાત સાત મહિનાથી બંધ રહેલા ફીટનેશ જીમ વ્યવસાયના સંચાલકોને આર્થિક રીતે ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ જીમ સેન્ટરોમાં અંગકસરતના મોંઘાદાટ સાધનો, સ્ટાફ પગાર અને બેંકલોનના હપ્તા ચુકવવા સંચાલકો અસમર્થ બન્યા છે. ત્યારે પાટણ શહેરમાં આવેલા અંદાજે જેટલા ફીટનેશ જીમ વ્યવસાયના સંચાલકોએ પોતાના વ્યવસાયને પુનઃ શરુ કરવા દેવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા પ્રાંત કચેરીને લેખીતમાં રજુઆત કરી છે.

આ અંગે મહેતા જીમ સેન્ટરના ફીજીયોથેરાપીસ્ટ ડો. દિપકભાઈએ તમામ જીમસેન્ટરો વતી સંચાલકોની મુશ્કેલીઓની રજુઆત કરી છે. નોંધનીય છે કે, જીમ સેન્ટરનાં સંચાલકોએ લોકોના સ્વાસ્થ અને ઇમ્યુનીટીને આગળ કરી આ વ્યવસાય વહેલામાં વહેલી તકે શરુ કરવાની છુટછાટ આપવામાં આવે તો સરકારના નિયમોનું પાલન કરવાની સંચાલકોએ ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...