તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પાટણમાં ઉછીના આપેલા રૂ.10 લાખ પરત ન આપતાં શખ્સે પંખે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ચિઠ્ઠી લખી મોત વ્હાલુ કર્યું

પાટણમાં એક વ્યક્તિએ ઉછીના રૂપિયા પરત આવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં આખરે પોતાના જ ઘરના પંખે લટકી જઈને મોતને વ્હાલું કરી દેવાનો કરૂણ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ મથકમાં મૃતક સુરેશભાઈ બળદેવભાઈ શ્રીમાળીના પુત્ર વ્રજેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

બે મહિના થવા છતાં નિમેષ ઉર્ફે બાદશાહ રૂપિયા પરત આપતો નહોતો
બનાવમાં ગતરાત્રીએ બે વાગ્યે પુત્ર પાણી પીવા ઉઠીને ઘરમાં આવતાં તેના પિતા સુરેશભાઈ ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં દેખાતાં જ તેણે અને તેના ભાઈએ તેના પિતાને નીચે ઉતારી સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

10 લાખ રૂપિયા પ્લોટ લેવા માટે બે મહિનાના વાયદા આપ્યા
​​​​​​​આત્મહત્યા બાબતે એક માસ અગાઉ સુરેશભાઈ શ્રીમાળીએ તેમના પુત્રને કહ્યું હતું કે તેઓએ પાટણની ઊંચી શેરીમાં રહેતા નિમેષભાઈ પટેલ ઉર્ફે બાદશાહ મોહનલાલને 9 માસ અગાઉ 10 લાખ રૂપિયા પ્લોટ લેવા માટે મદદરૂપ બે મહિનાના વાયદા આપ્યા હતા. તે બાદ બે મહિના થવા છતાં નિમેષ ઉર્ફે બાદશાહ રૂપિયા પરત આપતો નહોતો. અને ઉલટાનો સુરેશભાઈને જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકી આપતો હતો કે રૂપિયા નહી આપું જે થાય તે કરી લે અને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપતો હતો.

પટેલ નિમેષ ભાઈની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી
જેથી સુરેશભાઈને આ ત્રાસથી મરી જવાનું મન થાય છે તેમ તેઓએ પોતાના પુત્રને કહેલું. ઉપરાંત સુરેશભાઈને પંખાએ લટકેલી હાલતમાંથી નીચે ઉતારી તેમના પેન્ટના ખિસ્સામાં જોતાં તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેઓએ નિમેષ ઉર્ફે બાદશાહને આપેલા પૈસા તે પરત આપતો ન હોઈ તેથી તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે તેવું લખાણ લખેલું મળી આવ્યું છે. આ મામલે મૃતક સુરેશભાઈ શ્રીમાળીના પુત્ર વ્રજેશે પોલીસ મથકમાં નિમેષ ઉર્ફે બાદશાહ મોહનલાલ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પટેલ નિમેષ ભાઈની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...