તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસના આદેશ:ગીરો રાખનારના નામે જમીન કરતાં મામલતદાર સસ્પેન્ડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદારે બકુત્રાની ખેતીની 5.15 હેકટર જમીન સત્તા વગર ગીરો રાખનારના નામે કરી દીધી
  • કલેક્ટરે ઈન્ચાર્જ માલતદાર બી.ડી. પટેલની સિદ્ધપુર બદલી કરી ખાતાકીય તપાસના આદેશ કર્યા

સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની 5.15 હેકટર ખેતીની જમીનમાં સાતલપુરના ઇન્ચાર્જ મામલતદાર બી.ડી. પટેલે તેમની સત્તા ન હોવા છતાં ગીરો હક કમી કરી જમીન ગીરો રાખનારના નામે દાખલ કરતો હુકમ કર્યો હોવાથી કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ નાયબ મામલતદાર બી.ડી. પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી તેમની સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે.

સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે આવેલી સર્વે નંબર 662ની ખેતીની 5.15 હેક્ટર જમીન જીવા વાઘા આયર ગીરોહકથી ધારણ કરતા હતા. તે જમીન મંગળચંદ માયાચંદને ગીરો છોડાવવાનો હક છે. સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદાર ભેમાભાઈ દેવાભાઈ પટેલે તેમની સત્તા ન હોવા છતાં ગીરોહક કમી કરી જમીન ગીરો રાખનારના નામે દાખલ કરતો હુકમ કર્યો હતો. આ બાબત જિલ્લા કક્ષાએ તંત્રના ધ્યાને આવતા કલેક્ટર દ્વારા તાત્કાલિક ઈન્ચાર્જ મામલતદાર બી.ડી. પટેલની સિદ્ધપુર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.

અને તેમની સામે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે. સસ્પેન્શન દરમિયાન તેમનું હેડ ક્વાર્ટર સિદ્ધપુર ખાતે રાખવામાં આવ્યું છે. ખાતાકીય તપાસ બાદ દોષિત જણાશે તો ઈન્ચાર્જ મામલતદારની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે બકુત્રા ગામના જીવાભાઈ વાઘાભાઈ આયર ગામની સીમમાં સર્વે નંબર 662 વાળી ખેતીની 5.15 હેક્ટર જમીન ધરાવે છે. જે ગીરોહક ધારણ કરે છે. જે જમીન મંગળચંદ માયાચંદને ગીરો છોડવાનો હક છે.

આ મામલે સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદાર બી.ડી. પટેલે પોતોની પાસે સત્તા ન હોવા છતાં ગીરો હક કમી કરી જમીન ગીરો રાખનારના નામે દાખલ કરતો હુકમ કર્યો હતો. કાયદાની રૂએ ગીરો હક દાખલ અને કમી કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોય છે. જેમના આદેશાનુસાર કામગીરી થતી હોય છે. જ્યારે ઈન્ચાર્જ મામલતદારની પાસે સત્તા ન હોવા છતાં ગીરો હક દાખલ કરી દેતાં કલેક્ટર દ્વારા ઈન્ચાર્જ મામલતદારની સિદ્ધપુર ખાતે બદલી કરી દેવામાં આવી હતી અને તાત્લાક અસરથી ઈન્ચાર્જ મામલતદારને સસ્પેન્ડ કર્યા છે.

આ સત્તા માત્ર કલેક્ટર પાસે જ હોય છે.
ઉલ્લેખનીય છે કે જમીનમાં ગીરો હક કમી કરી ગીરો રાખનારના નામે દાખલ કરતો હુકમ કરવાની સત્તા કલેકટરની છે. છતાં નાયબ મામલતદારે તેની સત્તા ન હોવા છતાં મામલતદારના ચાર્જ દરમિયાન જમીન ગીરો રાખનારના નામે દાખલ કરતો હુકમ કર્યો હોવાથી નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...