તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:પાટણ જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ દ્વારા દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ
  • જિલ્લામાં મેલેરીયાનાં 33 અને ડેન્ગ્યુના 5 કેસો નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં ચોમાસાની સિઝનલ બીમારીને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરુપે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ - ફોગીંગ કામગીરી તેમજ પોરાનાશક દવાઓ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે . ગત વર્ષે જિલ્લાના પાંચ તાલુકાના 15 ગામોને મેલેરીયાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા ના રોગચાળાને નિયંત્રિત કરવા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લામાં છેલ્લા દોઢેક માસના સમયગાળાથી દિવસ દરમ્યાન અસહય બફારો અને સાંજના સમયે ઠંડા વાતાવરણને લઈ મિશ્રઋતુને પગલે વિવિધ રોગચાળાએ ભરડો લીધો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનલ બીમારીની તેમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ટાઈફોઇડ, કોલેરા, વાયરલ ફીવર અને પાણીજન્ય રોગચાળો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેને લઇ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહયો છે.

પાટણ જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રિત કરવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયાના રોગચાળા સહિત અન્ય રોગચાળામાં જિલ્લામાં મેલેરીયાનાં કુલ 33 કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી સરકારી હોસ્પિટલમાં 17 અને ખાનગી હોસ્પિટલમાં 16 જેટલા કેસો પ્રકાશમાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના 5 જેટલા કેસો નોંધાવા પામ્યા છે. તો સાથે સાથે ગત વર્ષે પાટણ જિલ્લાના ચાણસ્મા, સમી, શંખેશ્વર, રાધનપુર તાલુકાના 15 ગામોને મેલેરીયાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં મિશ્રઋતુને કારણે આ ગામોમાં રોગચાળાને નિયંત્રીત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા .1 સપ્ટેમ્બરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેકટરની ટીમો સહિત અલગ અલગ ટીમો બનાવી દવાનો છંટકાવ, ફોગીંગ મશીન તેમજ પાણીજન્ય રોગચાળાને અટકાવવા ઘરોની ટાંકીઓ અને ખુલ્લા પાણીમાં પોરાનાશક દવા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આમ પાટણ શહેર સહિત જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા સહિત અન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી શરુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...