આરંભ:ગામડું ભલે શહેર જેવું બનાવો, આત્મા ગામડાં જેવો રાખજો : બળવંતસિંહ

નાયતા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાંસા ખાતેથી તેમજ તાલુકા કક્ષાએ અલગ અલગ ગામોમાં આરંભ

પાટણના કાંસા ગામે જિલ્લા કક્ષાનો આત્મનિર્ભર ગ્રામ યાત્રા આરંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ત્રણ રથોને લીલીઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામ કેવું હોય, ગામએ શહેરી જેવું હોવું જોઈએ, પણ આત્મા તો ગામડા જેવો હોવો જોઈએ. એ મંત્ર સાથે સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં સહાય વિતરણ લાભાર્થીઓને પ્રધાનમંત્રી મકાન સહાય,એન.આર.એલ.એમ.યોજના, વિનામુલ્યે છત્રી વિતરણ,ગાય નિભાવ લાભાર્થીઓને ચેક અને મકાનની ચાવી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી,મનીષ ભારદ્વાજ પ્રભારી સચિવ,રમેશ મેરઝા જિલ્લા વિકાસ અધિકારી પાટણ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, જીલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભાનુમતીબેન મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ અને કાંસા ગામના સરપંચ તુલસીજી ઠાકોર સહિત વહીવટીતંત્ર અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...