તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ:પાટણમાં સરસ્વતી નદીનાં પટ ઉપર બનેલા વર્ષો જૂના સરસ્વતી ડેમ બેરેજનાં દરવાજાઓનું મેન્ટેનન્સ કામ હાથ ધરાયું

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેરેજનાં 28 દરવાજાઓને ખોલબંધ કરવા મૂશ્કેલી ન પડે તે હેતુથી કામ શરૂ કરાયું

પાટણ શહેરમાં સરસ્વતી નદીનાં પટ ઉપર બનેલા વર્ષો જૂના સરસ્વતી ડેમ બેરેજનાં દરવાજાઓનું સંચાલન સરળ બને તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેનું સમારકામ અને મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. જે ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે.

પાટણની સરસ્વતી નદીમાં ચોમાસા દરમિયાન પાણી આવતા તેને ખોલવામાં આવતા હોય છે જેને લઈ નદી પરનાં લાંબાં બેરેજનાં 28 દરવાજાઓને ખોલબંધ કરવા માટેની મુકવામાં આવેલી મશિનર જરૂરિયાત સમયે કોઈ મૂશ્કેલી ન પડે કે ખોટવાઈ ન જાય તે હેતુથી મશિનરીનાં ચકકરો અને વાલ્વ સહિતનાં ભાગોમાં ગ્રિસીંગ કરવાનું કામ કરાઈ રહ્યું છે. જે ચોમાસા પહેલા તમામ દરવાજાને કામગીરી પૂરી લેવાશે. આ ગ્રિસીંગ કરવાથી બેરેજનાં દરવાજાઓ સરળતાથી ખુલી અને બંધ કરી શકાશે એમ નાયબ કાર્યપાલક ઈજનેર શૈલેષ ભાઈ પટેલ જણાવ્યુ હતું .

અન્ય સમાચારો પણ છે...