ગ્રાઉન્ડ રિપોર્ટ:કાઠી ગ્રામજનોની મુખ્ય માંગ: નર્મદાનું પાણી તમામ જમીનને મળે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની 60 ટકા વિસ્તારની જમીનમાં નર્મદાનું પાણી મળતું નથી, 100 ટકામાં પાણી ફરતું થાય તેવી માંગ
  • કાઠી ગામમાં 2122 મતદારોમાં 1800થી મત ઠાકોર સમાજના

વિધાનસભાની ચૂંટણીમાં બીજા ચરણના મતદાનમાં ચાણસ્મા વિધાનસભામાં હારિજ તાલુકાનું કાઠી ગામ ઠાકોર સમાજનું જંગી જથ્થો ધરાવતું ગામ છે.પણ ગ્રામજનો કોને મત આપશે તે ખુલીને કહી શકતા નથી પણ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષની ચાહના ધરાવતા મતદારો કોની તરફ ઝુકાવ કરશે પરિણામ બતાવશે. પણ ગ્રામજનોમાં મુખ્ય ખેતી વ્યવસાય ધરાવતા હોવાથી નર્મદાના પાણી થી 60 ટકા જમીનો પિયત થતી નથી માટે ગામની સમગ્ર જમીનોમાં પાણી ફરતા થાય એવી ગામના કિસાનો જણાવી રહ્યા છે.

હારિજ તાલુકાના કાઠી ગામમાં 700 ઉપરાંત ઠાકોર સમાજના ખોરડાઓ આવેલા હોઈ ઠાકોર સમાજની જંગી જથ્થો ધરાવતું ગામ છે.જેનું મતદાન જોઈએ તો કુલ ગામનું મતદાન 2122 છે.જેમાં 1800 ઉપરાંત મત ઠાકોર સમાજના છે. વર્તમાન સમયે ઠાકોર સમાજના બંને ઉમેદવારો હોઈ મતદારો કોના પર ઝુકાવ કરે છે જોવાનું રહ્યું પણ ગ્રામજનોના જણાવ્યા મુજબ બંને અમારા સમાજના મતદારો છે.જે આવશે તે અમારા જ છે. પણ જે ઉમેદવાર આવે તે અમને નર્મદાનું પાણી પૂરતી જમીનમાં મળતું નથી, અમુક દિશામાં પાણી મળતું નથી, ગામની તમામ જમીનમાં પાણી મળતું થાય તેવી મુખ્ય માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...