તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Mahavira Had Generosity In Thought, Rigor In Conduct: Charitraratna Vijayaji, Nirvana Festival Of Lord Mahavira Swami Was Celebrated At Tristutik Jain Upashraya In Patan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્વાણ મહોત્સવ:મહાવીરના વિચારમાં ઉદારતા,આચારમાં કઠોરતા હતી : ચારિત્રરત્ન વિજયજી, પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ મહોત્સવ ઊજવાયો

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે સ્થિત ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજય મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજય જી મહારાજ આદિ ઠાણા 29ની પાવન નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીનો 2546 મો નિર્વાણ મહોત્સવ અને દિપાવલી પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગને લઈને ઉપાશ્રયની સજાવટ કરવામાં આવી, ઉપાશ્રયની પ્રવચન પીઠિકાને સોના ચાંદીના તારથી બનાવેલ કપડાના છોડ બાંધવામાં આવ્યા, બુધવારથી શરૂ થયેલા ત્રિદિવસીય મહોત્સવમાં ભગવાન મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ ઉત્તરાધ્યન સુત્ર આધારિત પ્રવચનો કરવામાં આવે છે.

આ પ્રસંગે મુનિરાજ ચારિત્ર રત્નવિજયજી મહારાજે જણાવ્યું કે જૈન પરંપરામાં તીર્થકરના જીવનના 5 મહત્વના પ્રસંગો કલ્યાણક દિવસ તરીકે ખૂબ ભક્તિ ભાવ પૂર્વક ઊજવાય છે. આ 5 પ્રસંગો છે, ચ્યવન , જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ. ચોવીસમા તીથઁકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ ને જૈન સમુદાય દીપકોની હારમાળા પ્રગટાવીને નિર્વાણ મહોત્સવ તરીકે ખૂબ આસ્થાથી ઊજવે છે. મુનિરાજે કહ્યું કે શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં સમગ્ર વિશ્વના મહાન જ્યોર્તિધર હતા. વૈચારિક ક્ષેત્રમાં પ્રભુ મહાવીરની જીવનદૃષ્ટિ જેટલી ઉદાર, સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ આચાર ક્ષેત્રમાં કઠોર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો